ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ જાદુડિયા ગોગ મહારાજના મંદિરે રમેલ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-06 12:05:29
  • Views : 282
  • Modified Date : 2022-02-06 12:05:29

 

હિન્દૂ ધર્મ એ ભક્તિ શક્તિ અને આસ્થા સાથે જોડાયેલો ધર્મ છે. જેના કારણે હિન્દૂ ધર્મના લોકો ખાસ દેવી-દેવતાઓમાં માન્યતા રાખતા હોય છે.જે અંતર્ગત ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ જાદુડીયા ગોગ મહારાજના મંદિરે પણ રોણાભાઈ દ્વારા રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું.દર વર્ષે યોજાતી આ રમેલમાં લોકો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહી ગોગ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે.ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોગ મહારાજના મંદિરે યોજાયેલ રમેલમાં આસેડા ગામ સહિત આજુબાજુના ગામમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.જાદુડીયા ગોગ મહારાજના મંદિરે યોજાયેલ રમેલમાં પ્રસાદનું આયોજન કરવામાં આવતા ભક્તોએ પ્રસાદનો પણ લાભ લીધો હતો.

Download Our B K News Today App



Related News