ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં મારામારીમાં યુવકનું મોત થતાં હોબાળો : ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા નિકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-29 11:30:28
  • Views : 3213
  • Modified Date : 2022-04-29 11:30:28

ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં મારામારીમાં યુવકનું મોત થતાં હોબાળો : ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા નિકળી

 

ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં મારામારીમાં યુવકનું મોત પરિવારે હોબાળો મચાવ્યો હતો ત્યારે આજે કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા નિકાળવવામાં આવી હતી

યુવકનું મોત થતાં પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો...

 

ડીસાના નહેરુ નગર ટેકરા વિસ્તારમાં બે દિવસ અગાઉ અને ઠાકોર પરિવાર માં છોકરી પકડવા બાબતે છોકરીના પરિવાર પર ભગાડી જનાર યુવકના પરિવારે હુમલો કર્યો હતો હાલો સમાન છોકરી ના ભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જે બાદ યુવકનું સારવાર દરમિયાન મોત થતાં યુવકના પરિવારમાં આક્રોશ ખેલાયો હતો જે બાદ મૃતક  યુવક ના પરિવાર બાળા સાથે ઉત્તર પોલીસ મથકે હંગામો મચાવ્યો હતો જે બાદ પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જે બાદ આજે મૃતક યુવકની લાશને ડીસાના વિસ્તાર ખાતે આવતા પોલીસનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને પોલીસ બંદોબસ્ત સાથે મૃતક યુવકને અંતિમયાત્રાની કરવામાં આવી હતી...

 

બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેર ખાતે આવેલ નેહરુ નગર ટેકરા વિસ્તારમાં બે દિવસ પહેલા વિશાલ ઠાકોર નામનો યુવક અમદાવાદ વિસ્તારમાં રહેતી ઠાકોર સમાજ ની યુવતી ને ભગાડી ગયો હતો આ ઘટના બનતા યુવતીનો ભાઈ જગદીશ ઠાકોર યુવકના પરિવારજનો ને ઠપકો આપવા ગયો હતો તે દરમિયાન યુવકના ભાઈ રાજેશ ઠાકોર, કિશન ઠાકોર અને કનુ ઠાકોરે યુવતીના ભાઈ જગદીશ ઠાકોર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ગડદા પાટું માર માર્યો હતો. જથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જગદીશ ઠાકોરને ડીસા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન જગદીશ ઠાકોર નુ મોત નીપજતાં ગઈકાલે મૃતક જગદીશ ઠાકોરના પરિવારજનો ડીસા શહેર પોલીસ મથક ખાતે ધસી આવ્યા હતા ઘટનામાં પોલીસ દ્વારા આ મામલે દબાવવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા અને આ ઘટનામાં પોલીસ દ્વારા તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાની માંગ કરી હતી જે બાદ આજરોજ મૃતક જગદીશ ઠાકોર ની લાશ ને ડીસા નહેરુનગર ટેકરા વિસ્તારમાં પોતાના ઘરે આવતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.અને મુતક જગદીશ ઠાકોરની પોલીસ બંદોબસ્ત સાથે અંતિમ યાત્રા નિકાળવામાં આવી હતી. ડીસા ઉત્તર પીઆઇ જે વાય ચૌહાણ અને પીએસઆઈ સહિત લોખંડી  બંદોબસ્ત સાથે અંતિમ યાત્રા યોજાઈ હતી

Download Our B K News Today App



Related News