બનાસકાંઠા જિલ્લામાં વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ ભારે મનદુખ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-29 11:49:42
  • Views : 335
  • Modified Date : 2021-11-29 11:49:42

કોંગ્રેસમાંથી એક પછી એક જૂના કાર્યકરો છેડો ફાડી રહ્યા છે. આજે વડગામ તાલુકાના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાય છે. મણિભાઈ વાઘેલા છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તાલુકા થી લઇ જિલ્લા સુધી અનેક હોદ્દાઓ પર સેવા આપેલી છે. તેમજ 2012 માં ભાજપના કેબિનેટ મંત્રી ને હરાવી વડગામ બેઠક પરથી તેઓ વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા. સિવાય કોંગ્રેસ માંથી અનેક ધારાસભ્યો ભાજપ માં જોડાયા હતા છતાં પણ તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે વફાદાર રહેતા કોંગ્રેસ પાર્ટીએ તેમને દિલ્હી બોલાવી સન્માન કર્યું હતું અને 2017 માં પણ વડગામ બેઠક પરથી મેન્ડેડ આપવાનું વચન આપ્યું હતું. જોકે કોંગ્રેસ પાર્ટીએ તેનું વચન પાળતા અને વડગામ બેઠક પર અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણી ને ટેકો આપ્યો હતો. ત્યારબાદ પણ કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ ની અણઆવડત, અપરિપક્વતા ભર્યા નિર્ણયો તેમજ પ્રવર્તમાન સંજોગો માં કોંગ્રેસ ની કાર્યનીતિ , વિચારધારા અને નાના કાર્યકરો ની સતત અવગણના થતા આખરે કંટાળેલા પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ ભારે દુઃખ સાથે કોંગ્રેસ પાર્ટી છેડો ફાડયો છે. તેમને કોંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખઅમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાની ને રાજીનામું ધરી દેતા કોંગ્રેસમાં ફરી એકવાર ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.

Download Our B K News Today App



Related News