થરા જલારામ મંદિરમાં ચાલતા અન્નક્ષેત્રમાં દાનનો પ્રવાહ અવિરત ચાલુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-31 13:55:41
  • Views : 272
  • Modified Date : 2021-07-31 13:55:41

     કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં થરા-પાલનપુર હાઈવે ઉપર આવેલ શ્રી જલારામ મંદિરમાં દરરોજ ફ્રિ માં ટિફિન સેવા અને સરકારી રેફરલમાં ડિલિવરીવાળી (સુવાવડ) બહેનો માટે ચોખ્ખા "ઘી"નો શિરો આપવામાં આવે છે.લોક ડાઉનમાં પણ હજારો લોકોને દરરોજ મફતમાં ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો અને અત્યારે પણ અનેક ગરીબ પરિવાર ભોજન પ્રસાદ લઈ રહ્યા છે.આ સેવાકીય પ્રવૃત્તિમાં દાતાઓ પણ ઉદાર હાથે દાન આપી રહ્યા છે.જન્મ તિથિ હોય કે પુણ્ય તિથિ હોય તો થરા કાંકરેજ તાલુકો નહીં પણ બહાર થી અનેક દાતાઓ દાન આપી રહ્યા છે.ત્યારે થરા અનુપમ શાળા નંબર ૨ ના શાળાના આચાર્ય ઝાલા બિંદેશ્વરીદેવી ચંદ્રસિંહના જન્મ દિવસ નિમિતે ૧,૧૦૦/- રૂપિયા નું રોકડ અનુદાન આપેલ તથા કાંકરેજ તાલુકાના પાદરગામના જોષી બળદેવભાઈ (શિક્ષક) એ પોતાના પુત્ર સ્વ. જોષી પાર્થ વળદેવભાઈ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ભોજન પ્રસાદ આપેલ.આ પરિવાર સદાય સુખી રહે અને પરમકૃપાળુ પરમાત્મા એમના ભંડાર સદાય ભરેલા જ રાખે તેવી પૂજ્ય જલારામ બાપાને અંત:કરણથી ટ્રસ્ટીગણ અચરતલાલ ઠક્કર, વિજયભાઈ ટેસ્ટી,નિરંજનભાઈ ઠક્કર, રાજુ ભાઈ ઠક્કર લાટી, કનુભાઈ બી.ઠક્કરે પ્રાર્થના કારેલ.

Download Our B K News Today App



Related News