થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી વાવના યુવકની તરતી લાશ મળી આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-30 11:57:59
  • Views : 309
  • Modified Date : 2022-08-30 11:57:59

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે નર્મદા નહેર બનાવવામાં આવી છે અને તેના દ્વારા ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે પરંતુ પાણીને કેનાલ હવે મોતની કેનાલ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે નર્મદા નહેરમાંથી અવારનવાર લાશો મળવાનો સિલસિલો ચાલતો રહે છે ત્યારે આજરોજ થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી વાવના યુવકની તરતી લાશ મળી આવી હતી પરિવારને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા

થરાદ વાવ હાઇવે પર પસાર થતી મુખ્ય નર્મદા નહેરના પુલ નજીક યુવકની તરતી લાશ પાણીના વહેણ સાથે આગળ વધતી રાહદારીઓની નજરે પડતાં ઘટના સ્થળે લોકો એકઠાં થવા પામ્યાં હતાં. જેમાં કોઈએ નગરપાલિકા તરવૈયાને જાણ કરી હતી. આથી પાલિકા તરવૈયા સુલતાન મીર ઘટના સ્થળે પહોંચી તરતી લાશને બહાર કાઢી હતી અને લાશની ઓળખ કરતાં મૃતક યુવક ટીનાભાઈ ઠાકોર વાવનો રહેવાસી હોવાનું જાણવા મળતાં તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા મૃતકનો પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ મુખ્ય નહેરમાં કેટલાક લોકો આપઘાત કરી જીવન ટૂંકાવી દેતાં પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

 

Download Our B K News Today App



Related News