દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી ધ્વજા થઇ ક્ષતિગ્રસ્ત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-14 14:53:26
  • Views : 94
  • Modified Date : 2023-06-14 14:53:26

 દ્વારકાના જગત મંદિર પરની ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ હોવાની માહિતી સામે આવી છે. શિખર પર લહેરાતી ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ છે. હાલમાં બિપરજોય વાવાઝોડાના સંકટના પગલે ખૂબ જ તેજ પવન ફુંકાઇ રહ્યો છે. ત્યારે તેજ પવન અને વરસાદના કારણે મંદિરના શિખર પર ધ્વજા ચઢી નથી. પૌરાણિક માન્યતા મુજબ ધ્વજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોય શકે છે. અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યું છે. ત્યારે આવી મુશ્કેલ સ્થિતિમાં જગતનો નાથ કાળીયો ઠાકર આ સંકટને ટાળશે તેવી લોકોની શ્રદ્ધા રહેલી છે. જ્યારે જ્યારે ગુજરાત પર કોઈ કુદરતી આફત આવી, ત્યારે ત્યારે જગતમંદિર ઉપર બે ધજા ચડાવવામાં આવી છે. ગઈકાલે વાવાઝોડાને પહોંચી વળવા જગતમંદિરના શિખર પર બે ધજા ચઢાવવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિર ઉપર સલામતીના કારણે જૂની ધજાને એમજ રાખી નીચે બીજી ધજા ચઢાવાય છે.દ્વારકાધીશ મંદિરમાં બે ધજા ચડે તો સંકટ ટળે તેવું માનવામાં આવે છે. પરંતુ ફૂંકાઈ રહેલા પવનની વચ્ચે સલામતી માટે ધજાને ધ્વજ દંડની જગ્યાએ નીચે ધ્વજ સ્થંભ ઉપર ચઢાવવામાં આવે છે. ત્યારે ‘અડધી કાઠી’ શબ્દ શોક માટેનો પ્રતિક ગણાય છે. જે ભગવાન માટે અયોગ્ય કહેવાય. નીચે ધ્વજા ભગવાનને આજીજી અને વિનંતી માટે ચઢાવાતી હોય છે કે અમે આવા વાતાવરણમાં ઉપર જઈ શકીએ એમ નથી જેથી આપનોઆ ધ્વજ દંડ પર નહીં પરંતુ ધ્વજ સ્થંભ પર ચડાવવામાં આવી છે.  જેનાથી ભગવાન આપણી વિનંતી સાંભળે કે આવી આફત આવી રહી છે જેમાંથી ઉગારે તેવી લોકોની ભાવના આ બે ધજા સાથે જોડાયેલી છે.મહત્વનું છે કે દ્વારકામાં બિપરજોય વાવાઝોડાના કારણે આજે ભારે પવન સાથે ધોધમાર વરસ્યો છે. જેને પગલે ભગવાન દ્વારકાધીશને આજે ધ્વજા ચડાવવામાં નથી આવી. દ્વારકાધીશના મંદિર શિખર ઉપર દરરોજ પાંચ ધ્વજા ચઢાવવામાં આવે છે. જેમાં સવારે 3 અને સાંજે 2 ધ્વજા ચડાવાય છે. પરંતુ વાતાવરણ ખરાબ હોવાના કારણે આજે ધ્વજા ચડાવવામાં નથી આવી. જો સાંજે વાતાવરણ શુદ્ધ હશે તો અબોટી બ્રાહ્મણ ધ્વારા ધજા ચડાવવામાં આવશે.

Download Our B K News Today App



Related News