(કોરોનાને 1 વર્ષ): રાજકોટ પોલીસે ડ્રોન કેમેરા દ્વારા ઘોષણા ભંગના 1432 કેસ નોંધ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 14:29:44
  • Views : 234
  • Modified Date : 2021-03-19 14:29:44

કોરોનાના પ્રથમ કેસને એક વર્ષ પૂર્ણ થયું છે. લોકડાઉન અને અનલોક 8ના નિયોમોની અમલવારીનો ચુસ્તપણે પાલન કરાવવા માટે ટેકનોસેવી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને તેમની ટીમ દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંઓ સાથોસાથ ટેકનોલોજીનો કરવામાં આવેલો ઉપયોગ ખાસ પ્રભાવી રહ્યો હતો. રાજકોટ પોલીસે ડ્રોન કેમેરાના મદદથી લોકડાઉન અને અનલોક દરમિયાન શહેરમાં જાહેરનામાનો ભંગ કરનારા 1432 લોકો સામે કેસ નોંધ્યા હતા.


રાજકોટ શહેર ખાતે જે લોકો હોમ ક્વોરન્ટીન હતા તેવા લોકો પર સતત વોચ રાખવા રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા સેફ રાજકોટ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. નજીકના બીટ ઇન્ચાર્જ દ્વારા આવા હોમ ક્વોરન્ટીન કરેલા લોકો પર દર બે કલાકે આવા લોકોને હાજરી પુરવા અંગે જણાવ્યું હતું. તમામ 1થી 4 લોકડાઉનમાં રાજકોટ શહેર પોલીસની સોશિયલ મીડિયા સાઇટ્સના માધ્યમથી સંદેશા, વીડિયો, નોંધાયેલા કેસો અંગેની આંકડાકીય માહિતી તેમજ ઉચ્ચ અધિકારીનો પ્રજાજોગ સંદેશો રોજેરોજ અપલોડ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રવર્તમાન સંજોગોથી લોકોને અવગત કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત સોશિયલ મીડીયાના માધ્યમથી સમાજમાં ખોટી અફવા ફેલાવતા એકાઉન્ટ બંધ કરાવી પ્રજાને ગેરમાર્ગે દોરતા અટકાવવાની સાયબર સેલ દ્વારા મહત્વની ભૂમિકા ભજવી હતી. અમુક લેભાગુ તત્વો દ્વારા લોકોને લોકડાઉન દરમિયાન પેટીએમ, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી પ્રખ્યાત ડિજીટલ પેમેન્ટ કંપનીના માધ્યમથી લાલચ આપી છેતરપિંડી કરતાં હોવાની ફરિયાદ પરથી પોલીસ કમિશનરની સુચના પર સાયબર ક્રાઈમ પોલીસ મથકે આવી છેતરપિંડી અટકાવવા માટે 51 જેટલા મોબાઇલ નંબરો ઓળખી કાઢી અને બંધ કરાવ્યા હતા.


Download Our B K News Today App



Related News