ડીસાના સમશેરપુરા ખાતે રબારી સમાજનો પ્રથમ સમૂહલગ્ન યોજાયો : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, સંતો-મહંતોએ હાકલ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 10:31:33
  • Views : 645
  • Modified Date : 2022-04-18 10:31:33

21 મી સદીમાં દેશભરમાં શિક્ષણનો મહિમા વધી રહ્યો છે ત્યારે રૂઢિચુસ્ત રબારી સમાજ એ પણ સામાજીક કુરીવાજો ને બાજુ પર મુકીને દિકરા દિકરીઓને શિક્ષણ તરફ આગળ વધવા માટે ડીસાના સમશેરપુરા ખાતે યોજાયેલા રબારી સમાજ ના પ્રથમ સમૂહ લગ્નોત્સવ માં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ,  સંતો-મહંતો સહિત આગેવાનોએ હાકલ કરી હતી. . . . .

 

રબારી સમાજ માં લગ્ન પાછળ થતાં મસમોટા ખર્ચાઓ પર કાપ મુકવા તેમજ રૂઢિચુસ્ત સમાજ કુરીવાજો ને ભુલી સમૂહ લગ્ન માં જોડાય તે માટે રબારી સમાજ ના આગેવાન એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ ના 10 વિઘા જમીન ના ભૂમિ દાતા, સમૂહ લગ્ન માં ભોજન અને મંડપ દાતા તેમજ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ એ પોતાની એક ની એક દીકરી ને સમૂહ લગ્ન માં લગ્ન કરાવીને રબારી સમાજ માં એક અનોખી પહેલ કરી છે ત્યારે રવિવારે રબારી ગોપાલક છાત્રાલય ડીસા સંચાલિત એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ સમશેરપુરા ખાતે રબારી સમાજ નો પ્રથમ સમૂહ લગ્નોત્સવ માં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ પરબતભાઇ પટેલ સહિત આગેવાનો ની ઉપસ્થિતિમાં 31 નવદંપતિઓ એ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસાર ની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે કનીરામ બાપુ, જયરામગીરી બાપુ સહિત સંતો મહંતો એ આશીર્વાદ આપ્યા હતા.મોઘવારી ના સમયમાં રબારી સમાજ માં લગ્નો પાછળ થતાં મસમોટા ખર્ચાઓ બંધ થાય અને કુરીવાજોને ને નેસ્ત નાબુદ કરવા માટે રબારી સમાજ ના સાથ સહકાર થી સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો અને આગામી સમયમાં પણ દર વર્ષે રબારી સમાજ સમૂહ લગ્ન માં જોડાઈને આ અભિયાન નેઆગળ વધારવામાં આવશે તેમજ ડીસા રબારી સમાજ ના પ્રથમ સમૂહ લગ્ન માં માવજીભાઈ દેસાઈ એ પોતાની એક ની એક દિકરી ને સમૂહ લગ્ન માં જોડીને એક અનોખી પહેલ કરી છે જેને રબારી સમાજ કયારેય નહી ભુલે તેમ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું. .

 

 

Download Our B K News Today App



Related News