અમદાવાદમાં રહેતા પરિવારમાં પહેલા દાદા પોઝિટિવ આવ્યા પછી પૌત્ર પોઝિટિવ આવ્યો અને આખું ઘર કોરોના સંક્રમિત થયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-07 12:26:12
  • Views : 378
  • Modified Date : 2021-04-07 12:26:12

    રાજ્યમાં કોરોનાના હોટ સ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં જે રીતે કોરોનાના કેસો બેફામ ગતિએ વધ્યા છે અને પરિસ્થિતિ ગંભીર બની છે. આ વચ્ચે હવે બાળકોમાં પણ કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં અનેક બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેઓને હોમ આઈસોલેટ કરી ઘરે જ સારવાર કરવામાં આવી રહી છે.

    બાળકોમાં અત્યાર સુધીમાં કેસો ઘરમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે તેમાંથી જ બાળકો અને અન્ય લોકોને થાય છે. અમદાવાદ શહેરના થલતેજ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સૌથી પહેલા દાદાને કોરોના થયો અને બાદમાં પૌત્ર અને ઘરના તમામ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે.અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં સ્મૃતિ મોહંતી તેમના સાસુ- સસરા અને 2.5 વર્ષના પુત્ર રિધાન સાથે રહે છે. રિધાનને ચાર દિવસ કોરોના પોઝિટિવ આવ્યો હતો.1 એપ્રિલના રોજ સાસુને પણ તાવ આવવા લાગ્યો હતો. ઘરમાં બે વ્યક્તિને તાવ આવતા ચિંતા થવા લાગી હતી. બંનેની દવા ચાલી રહી હતી જેની વચ્ચે બીજા દિવસે રિધાન પણ તાવમાં સપડાયો હતો. તેને 100 અને બાદમાં 104 જેટલો તાવ આવતાં ડો. સોનિતા ત્રિવેદી દલાલ પાસે લઈ ગયા હતા.

    ડો. સોનિતાએ તપાસ કરી અને વાઇરલ ઇન્ફેક્શનની દવા આપી હતી. રિધાન ઘરમાં આમ તેમ રોજ દોડતો હોય છે અને તોફાન કરે પરંતુ એકદમ ઢીલો થઈ ગયો હતો. ત્રણ લોકોને તાવ આવતો હતો અને કોરોનાના ડરની વચ્ચે સ્મૃતિ પણ તાવમાં સપડાયા હતા. ઘરમાં તમામ લોકોને તાવ આવતા કોરોનાના લક્ષણોમાં ત્રણ દિવસ તાવ રહેતો હોય તમામ લોકોના RTPCR ટેસ્ટ કરાવ્યા હતા.

    2.5 વર્ષના રિધાન સહિત તમામ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ આવ્યા બાદ રિધાન થોડો ચીડચીડિયા સ્વભાવનો થઈ ગયો હતો. તેનામાં નબળાઇ આવી ગઈ છે. બે દિવસમાં તેને તાવ ઉતરી ગયો છે પરંતુ જે રીતે પહેલા રહેતો હતો તેના કરતાં થોડો અલગ લાગે છે.સ્મૃતિ મોહંતીએ જણાવ્યું હતું કે, ઘરમાં જે પણ વ્યક્તિ બહાર જાય છે અને લોકો સાથે સીધા સંપર્કમાં આવે તેવા છે તેઓએ ખાસ માસ્ક પહેરવું જોઈએ. સોશિયલ ડિસ્ટનસ જાળવવું જોઈએ. હાથ સેનેટાઇઝ કરવા જરૂરી છે. મારા ઘરમાં સસરા વસ્તુ લેવા બહાર જાય છે અને તેઓ કોઈના સંપર્કમાં આવતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને બાદમાં બધા કોરોના સંક્રમિત થયા હતા. જેથી ઘરના તમામ સભ્યોએ ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને બાળકોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.


Download Our B K News Today App



Related News