2021ના પ્રથમ પૂર્ણ ચંદ્રગ્રહણ સાથે જ દુનિયાએ જોયો સુપરમૂન અને બ્લડમૂન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-27 12:19:41
  • Views : 315
  • Modified Date : 2021-05-27 12:19:41

     વર્ષનું પ્રથમ પૂર્ણ ચંદ્રગ્રહણ બુધવારે દેખાયું. દેશમાં પૂર્ણ ચંદ્રગ્રહણ તો ન દેખાયું પણ પૂર્વોત્તર સહિત અમુક ભાગોમાં આંશિક ગ્રહણ દેખાયું. 6 વર્ષ પછી આવો સંયોગ બન્યો કે બ્લડ મૂન અને સુપર એકસાથે દેખાયા. આ નજારો ભારતમાં પણ જોવા મળ્યો. બ્લડ મૂન ચંદ્રગ્રહણને કહેવાય છે, જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય તો 7% મોટો અને 14% ચમકદાર હોય છે જેને સુપરમૂન કહેવાય છે. દુનિયામાં ક્યાંક તે લાલ રંગનો દેખાયું તો ક્યાંક અગનગોળા જેવું પીળું. આ ફોટો દિલ્હી એરપોર્ટની નજીક રહેતા વરિષ્ઠ પત્રકાર સુમન દુબેએ પાડ્યો હતો. સુપર મૂનની સામે પસાર થતાં વિમાનને તેમણે કેમેરામાં કેદ કરી લીધું હતું.

Download Our B K News Today App



Related News