થરાદ તાલુકામાં ચારડા ગામે આજે કોરોના વેક્સીનના પ્રથમ ડોઝના રસીકરણનુ આયોજન કરવામા આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-30 12:48:08
  • Views : 283
  • Modified Date : 2021-06-30 12:48:08

     થરાદ તાલુકાના ચારડા ગામે ગ્રુપ પંચાયત ચારડાના સરપંચના સહયોગથી પી એચ સી સેન્ટર દ્વારા covid-19 પ્રથમ ડોઝના રસીકરણનુ આયોજન કરવામા આવ્યું હતું જેમાં ચારડા ગામના આગેવાનો હાજર રહી કાર્યક્રમનું ઉદઘાટન કરી કાર્યક્રમને શરૂ  કરવામાં આવ્યો હતો  અને રસીકરણ કરવા ગામ લોકોને આહ્વાન કર્યું હતું અને પ્રથમ ડોઝ સરપંચ  મોહનભાઇ દ્વારા લેવામાં આવ્યો હતો અને ગામલોકોને પ્રોત્સાહન  પૂરું પાડી રસીકરણનુ આહવાન કયું હતું અને અત્યારે ભારત ભરમાં લોકો વધુમા વધુ વેક્સિનેશન કરવા અને ભારતને કોરોના મુક્ત બનાવીએ તેવું બધા લોકો દ્વારા જાણવા મળ્યું હતું જ્યારે ચારડા ગામમાં વેકસીનેશન માટે બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જ્યારે ઉમિદભાઈ  આરોગ્ય કર્મચારી દ્વારા  જાણવા મળ્યું હતું કે લોકો રસીકરણ માટે ખુબજ સહયોગ કરે છે.

Download Our B K News Today App



Related News