પાટણ ખાતે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજની સૌપ્રથમવાર ચિંતન બેઠક યોજાઇ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-27 11:21:23
  • Views : 335
  • Modified Date : 2021-07-27 11:21:23

    પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલા વિલાજ પાર્ટી પ્લોટ ખાતે રવિવારના રોજ સમસ્ત રઘુવંશી લોહાણા સમાજની ચિંતન શિબિરનું આયોજન લોહાણા સમાજના આગેવાન અને યુવા નેતા ની સાથે સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા લાલેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. પાટણ ખાતે સૌ પ્રથમવાર મળેલી સમસ્ત રઘુવંશી લોહાણા સમાજની આ ચિંતન બેઠક નો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા, સંગઠન, જાગૃતિ અને સામાજિક બદલાવ ની સાથે સાથે રાજકીય પ્રભુત્વ ઊભો કરવાનો રહ્યો હોવાનું સમાજના આગેવાનો એ જણાવ્યું હતું.

 સમાજમાં દરેક ના વિચારો જુદા જુદા હોય પરંતુ દરેક નો ધ્યેય એક જ હોવો જોઈએ લોહાણા સમાજ હંમેશા સાહસિક રહ્યો છે અને સાહસિક સમાજમાં દુનિયાને ઝુકાવાની તાકાત રહેલી હોય છે. લોહાણા સમાજ કોઈ રાજકીય પાર્ટી સાથે બંધાયેલો નથી પરંતુ જે રાજકીય પાર્ટી લોહાણા સમાજ ને વધુમાં વધુ ટિકિટ આપશે સમાજ તેની સાથે રહેશેે તેવો હુંકાર કરી સમાજને સંગઠીત બનવા અપીલ કરી હતી.

પાટણ ખાતે સૌ પ્રથમવાર યોજાયેલી ગુજરાતભરના સમસ્ત રઘુવંશી લોહાણા સમાજની આ ચિંતન શિબિરમાં લાલેશભાઈ ઠક્કર, હિમાંશુભાઈ,ફરસુભાઈ ગોકલાણી, હિતેષભાઇ રાણા, ભરતભાઈ માવાણી, વિનોદભાઈ ઉદેચા,ડો.ધમેશ ઠક્કર, પ્રવીણભાઈ ઠક્કર, પ્રફુલભાઈ અખાણી, રાજુભાઈ ઠક્કર, જીગ્નેશ ભાઈ ઠક્કર સહિતના સમાજના આગેવાનો, મહિલા કાર્યકર્તાઓ સહિત યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News