ગુજરાતમાં લવ જેહાદનો પહેલો કેસ : વડોદરામાં વિધર્મી યુવાને ખ્રિસ્તી નામ ધારણ કરીને હિન્દુ યુવતીને ફસાવી ધર્મ પરિવર્તન કરાવ્યું, દુષ્કર્મ કરીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-18 16:38:39
  • Views : 386
  • Modified Date : 2021-06-18 16:38:39

    રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ લાગુ કરાયાના ત્રણ દિવસ બાદ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાયો છે. મુસ્લિમ યુવકે ખ્રિસ્તી હોવાનું જણાવી મિત્રતા બાંધી હિન્દુ યુવતી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધીને તેની સાથે નિકાહ પઢ્યા હતા. ત્યાર બાદ મારઝુડ કરીને તેના જાતી વિષયક અપશબ્દો બોલતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

    ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધર્મી યુવાનો દ્વારા પટાવી, ફોસલાવીને ધર્માંતરણ કરવાના કિસ્સાઓમાં વધારો નોંધાતા કાયદો બનાવવાની માગ ઉઠી હતી. આખરે રાજ્ય સરકારે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ-2021 નો કાયદો ઘડ્યો હતો. અને 15 જૂનથી લાગુ કરવામાં આવ્યો હતો. નવો કાયદો લાગુ કરાયાના ત્રણ દિવસ બાદ આજે વડોદરા પ્રથમ કેસ નોંધાયો હતો.

    ઝોન-2ના DCP જયવિરસિહ વાળાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં રહેતા સમીર અબ્દુલ કુરેશીએ ખ્રીસ્તી નામ માર્ટીન સેમ ધારણ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી હતી અને પોતે તેની સાથે લગ્ન કરશે, તેવું જણાવી વિશ્વાસ કેળવીને દબાણ કરીને યુવતી સાથે બળજબરીપૂર્વક શારિરીક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યુ હતું. ત્યાર બાદ યુવાને યુવતી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. અને યુવતીની જાણ બહાર તેના નગ્ન ફોટા પાડી દીધા હતા.યુવકે યુવતીના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને યુવતી સાથે મરજી વિરૂદ્ધ શારીરીક સંબંધ બાંધ્યા હતા. દરમિયાન યુવતિ બે વખત ગર્ભવતી પણ થઇ હતી. યુવતિને પ્રથમ વખત બે માસનો ગર્ભ રહી જતા મેડિકલ સ્ટોરમાંથી તેની દવા લાવીને તેની મરજી વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો. ત્યાર બાદ ફરી એક વખત યુવતીને પાંચ માસનો ગર્ભ રહી જતા ડોક્ટર પાસે યુવતીની મરજી વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો.

    ઘટના બાદ મુસ્લિમ યુવકે યુવતીને કલ્યાણનગર ગોસીયા મસ્જિદ ખાતે લઇ જઇ યુવતિનું હિન્દુ નામ રાખવાને બદલે તેનું મુસ્લિમ નામ રાખીને બળજબરીપૂર્વક નિકાહ પઢ્યા હતા. અને યુવતીનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. ત્યાર બાદ યુવતીને મુસ્લિમ ધર્મ પાળવા માટે દબાણ કરવામાં આવતું હતું તથા તેના માતા-પિતાને જાતી વિષયક ગાળો આપીને તેની સાથે મેરેજ રજીસ્ટર્ડ કરાવ્યું હતું.આટલેથી નહીં અટકતા યુવકે સાસરીમાં રહેવા ગયેલી યુવતીને મારીને તું અમારા માટે બની જ નથી તેમ જણાવી ત્રાસ ગુજાર્યો હતો. આખરે સમગ્ર મામલે યુવતીએ યુવક વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે યુવક સામે બળાત્કાર તથા એટ્રોસિટી એક્ટ અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ-2021ની કલમો અંતર્ગત ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    આટલેથી નહીં અટકતા યુવકે સાસરીમાં રહેવા ગયેલી યુવતીને મારીને તું અમારા માટે બની જ નથી તેમ જણાવી ત્રાસ ગુજાર્યો હતો. આખરે સમગ્ર મામલે યુવતીએ યુવક વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે યુવક સામે બળાત્કાર તથા એટ્રોસિટી એક્ટ અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ-2021ની કલમો અંતર્ગત ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ બહુચર્ચિત લવ જેહાદ કાયદો 15મી જૂનથી અમલી બન્યો છે. આ કાયદાની મુખ્ય જોગવાઇ મુજબ હવે કોઇપણ વ્યક્તિ લગ્નની લાલચે ધર્મ પરિવર્તન કરાવશે અને ધર્મપરિવર્તનના હેતુથી લગ્ન કરશે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે.

    માત્ર ધર્મપરિવર્તનના હેતુથી કરેલા લગ્નના કિસ્સામાં આવા લગ્ન ફેમિલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. સાબિત કરવાનો ભાર પણ આરોપી અને તેના સહાયકો પર રહેશે. આરોપીને 3થી 5 વર્ષની કેદ અને 2 લાખ કે તેથી વધુના દંડની જોગવાઇ કાયદામાં કરાઇ છે. ભોગ બનેલી યુવતી અથવા તેના માતા-પિતા, લોહીની સગાઇ ધરાવતા પરિવારજનો પણ આવા ધર્મ પરિવર્તન તેમજ લગ્ન સામે એફઆઇઆર દાખલ કરાવી શકશે. આ પ્રકારની પ્રવૃત્તિમાં સંકળાયેલી તેમજ જોગવાઇઓનું પાલન ન કરનારી સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ કરવા ઉપરાંત 3થી 10 વર્ષની સજા તેમજ 5 લાખ સુધીનો દંડ થશે. આ પ્રકારના ગુનામાં ડીવાયએસપીથી ઉતરતી કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહીં. ધર્મ પરિવર્તનની વિધિ કરાવનારે જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી પડશે.

    ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઇ છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, લવ-જેહાદ ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) વિધેયકને પણ મંજૂરી અપાઇ છે.





Download Our B K News Today App



Related News