ભરૂચમાં કોરોના બાદ મહિલાના આંતરડામાં ગેંગરીન થયું, બે ફૂટ આંતરડું કાઢી જીવ બચાવાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-06 16:26:31
  • Views : 234
  • Modified Date : 2021-06-06 16:26:31

    ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી ઘાતક લહેર બાદ પોસ્ટ કોવિડ દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસના 12થી વધુ કેસો સામે આવ્યા હતા. હવે કોરોનાગ્રસ્ત ડાયાબીટીસથી પીડાતી મહિલાને આંતરડામાં ગેંગરીન ઓફ ઈન્ટેસ્ટાઇન અને મેજેન્ટ્રીક થોમ્બોસીસ બીમારીનો પ્રથમ કેસ નોંધાયો છે. મહિલાનું નાનું આંતરડું ઓપરેશન કરી 2 ફૂટ કાઢી લઈ જીવ બચાવવામાં આવ્યો છે.

    હવે ભરૂચ શહેરમાં કોરોનાગ્રસ્ત મહિલા ગેંગરીન ઓફ ઈન્ટેસ્ટાઇન બીમારીનો ભોગ બની હોવાનો પ્રથમ કિસ્સો ઝીલ સર્જીકલ હોસ્પિટલમાંથી પ્રકાશમાં આવ્યો છે. શહેરના 52 વર્ષીય હીનાબેન શાહ પોસ્ટ કોવિડ બાદ પેટમાં દુખાવો, યુરીન-ઝાડા બંધ થઈ જવા સહિતના લક્ષણોથી પીડાઈ રહ્યા હતા. એક્સ રે અને સોનોગ્રાફી કરતા તેઓના આંતરડામાં લોહી ગંઠાઈ જવાથી કામગીરી બંધ કરતું થવાનું નિદાન થયું હતું. લેપ્રોસ્કોપીક સર્જન ડો. જ્યંતી વસાવાએ એક્સરે-સોનોગ્રાફી કરાવતા ડાયાબિટીક મહિલાનું નાનું આંતરડું કામ કરતું બંધ થવા સાથે ગૂંચવાઈ ગયું હતું.અને તેમાં લોહીના ગઠ્ઠા થઈ ગયા હતા.

    નાના આંતરડામાં કોરોનાના લીધે ગેગરીન થઈ જતા 2 ફૂટ આંતરડું ઓપરેશન કરી કાઢી લઈ મહિલાને આ બીમારીમાંથી છુટકારો અપાયો છે. પોસ્ટ કોવિડ બાદ ભરૂચની મહિલામાં મેજેન્ટ્રીક થોમ્બોસીસ અને ઈન્ટેસ્ટાઇન ગેગરીનની બીમારીનો ભરૂચ જિલ્લામાં આ પ્રથમ કેસ બહાર આવ્યો છે. ઓપરેશનના 5માં દિવસે હાલ મહિલા સ્વસ્થ છે.


Download Our B K News Today App



Related News