અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા મહિલા જાગૃતિનું પ્રથમ સંમેલન યોજાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-18 16:04:46
  • Views : 105
  • Modified Date : 2023-12-18 16:04:46

કચ્છ કડવા પાટીદાર સમાજનું મહિલા યુવા જાગૃતિ સંમેલન હિંમતનગરમાં યોજાયુ હતુ. અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજના અધ્યક્ષ અબજી વિશ્રામભાઈ કાનાણી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ યુવા મહિલાઓને મહા સંમેલનમાં જાગૃતિ પ્રેરણા આપી હતી. સમાજમાંથી કુરિવાજોને દૂર કરવા માટે અને ખોટા ખર્ચાઓથી દૂર રહેવાને લઈ વાત કરી હતી.સમાજના યુવાઓ વ્યસનથી દૂર રહે અને અભ્યાસ માટે બાળકોને અને યુવાનોને યોગ્ય દિશા આપવા માટે ભાર મુક્યો હતો. કુરિવાજો ઉપરાંત સમાજમાં નાની નાની બાબતોની ગેરસમજથી છૂટાછેડા સર્જાતા હોય છે. આવી ગેરસમજો દૂર કરીને પરિવાર અતૂટ રહે એ માટેના પ્રયાસો કરવા માટે જાગૃતિભરી અપીલ કરવામાં આવી હતી. આ પ્રકારે અખિલ ભારતીય યુવાનોનું સમાજનુ પ્રથમ મહિલા જાગૃતિ પ્રેરતું સંમેલન યોજવામાં આવ્યુ હતું. જેમાં વિવિધ મુદ્દાઓ પર ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News