સુરતના કતારગામ લાકડાના ગોડાઉનમાં આગ, ગોડાઉનના માલ સાથે વાહનો પણ બળીને ખાખ થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-04 11:34:12
  • Views : 271
  • Modified Date : 2021-01-04 11:34:12

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. જોકે, ગોડાઉનના માલની સાથે કેટલાક વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા.કતારગામ કાસાનગર વિસ્તારના લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં નાસભાગનો માહોલ સર્જાયો હતો. આસપાસમાં રહેલા ઘરો ખાલી કરાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા 9 ફાયર ફાયટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગમાં વાહનો પણ ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, સમગ્ર ગોડાઉનમાં માલ બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગને શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા છે.




Download Our B K News Today App



Related News