બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આવેલ કારગીલ હોટલ પાસે આવેલી સો મિલમાં મોડી રાત્રે આગ ભભૂકી હતી. મિલમાં આગ લાગતા ની સાથે જ અફરા-તફરી સર્જાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-08 11:21:53
  • Views : 208
  • Modified Date : 2022-06-08 11:21:53

 

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આગની ઘટનાઓ માં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં અગમ્ય કારણોસર મકાન વાહનો માં agni ઘટનાઓ માં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલ કારગીલ હોટલ પાસે થરાદ રોડ પર સો મીલ આવેલી છે. અને આ સો મિલમાં રાત્રિના સમયે અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકતાં લોકોમાં ભય ફેલાયો હતો. જે બાદ સ્થાનિક લોકોએ આગની ઘટનાની જાણ સૌ મિલ માલિકને થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ આગની ઘટનાને લઈ લોકો એકત્રિત થઇ ગયા હતા. અને આગ વધુ ફેલાય તે પહેલાં આગને બુજવવાના પ્રયાસો શરૂ કરાયા હતા. પરંતુ આગ કાબુમાં ન આવતા આખરે મિલ માલિકે ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમનો સંપર્ક કરતાં ધાનેરા નગરપાલિકા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર પાણી નો માર ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. તાત્કાલિક આગ પર કાબુ આવી જતાં મોટું નુકસાન થતું અટક્યું હતું.

Download Our B K News Today App



Related News