ડીસા માર્કેટયાર્ડમાં આવેલ બારદાનના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-16 11:37:41
  • Views : 243
  • Modified Date : 2022-03-16 11:38:34

ડીસા માર્કેટયાર્ડમાં આવેલ બારદાનના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી એક બાદ એક આગની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ક્યાંક શોર્ટસર્કિટના કારણે આગની ઘટના લાગી રહી છે તો ક્યાંક અગમ્ય કારણોસર આગ ની ઘટના સામે આવી રહી છે ત્યારે આજે ડીસા શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડમાં આવેલ બારદાનના ગોડાઉનમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આગ લગાડવામાં આવી હતી અને જોતજોતામાં ગોડાઉનમાં પડેલા બારદાન માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉનમાં પડેલ તમામ બારદાન બળી ગયા હતા જે બાદ અંગેની જાણ બારદાનના ગોડાઉન માલિકની થતા તેઓ તાત્કાલિક ધોરણે ગોડાઉન પર દોડી આવ્યા હતા અને આજુબાજુના લોકોના ટોળાંએ ભેગા મળી આગને બુજવવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. પરંતુ આગ કાબુમાં આવતા આખરે આજુબાજુના લોકોએ જીસીબી મશીન અને ડીસા નગરપાલિકા સંચાલિત ફાયરની ટીમને બોલાવી હતી જેથી તાત્કાલિક પાલિકા ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી પરંતુ ત્યાં સુધી તો ગોડાઉન માલિકને બારદાન માં આગ લાગતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

Download Our B K News Today App



Related News