બ્લેક ફંગસ ઈન્જેક્શન આપવાના બહાને ઠગે બનાસકાંઠાના વેપારી સાથે રૂ. 4.80 લાખની ઠગાઈ આચરી, ઠગ રાજકીય પાર્ટીનો કાર્યકર્તા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-28 16:11:24
  • Views : 472
  • Modified Date : 2021-05-28 16:11:24

    એક વેપારીના પિતાને ફંગસની બીમારી થતાં તેમને ઇન્જેક્શનની જરૂર પડી હતી. પણ ઇન્જેક્શન માટે એક વ્યક્તિનો સંપર્ક કરતા તેણે રૂપિયા લઈ ઇન્જેક્શન આપ્યા ન હતાં. જેથી વેપારીએ આ અંગે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીતુ ભરવાડ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. જોકે આરોપી એક રાજકીય પાર્ટી સાથે કાર્યકર્તા તરીકે જોડાયેલો હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે પોલીસ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિને પકડે છે કે કેમ તે સવાલ છે.

    બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા પ્રવીણ ગુપ્તા ફરસાણની દુકાન ચલાવી વેપાર કરે છે. તેમના પત્ની આયુર્વેદિક ડોક્ટર તરીકે વડોદરામાં ફરજ બજાવે છે. ગત 22મી એપ્રિલના રોજ તેમના પિતાની તબિયત ખરાબ થતાં સારવાર માટે ડોક્ટરને બતાવતા કોવિડ પોઝિટિવ આવ્યા હતા. સારવાર તેઓને કોવિડ નેગેટિવ આવતા ઘરે લઈ જવાયા હતા. પણ 5મી મેના રોજ માથું દુઃખતા તેઓને ફરી ડોક્ટરને બતાવ્યું હતું. જેઓએ તપાસ દરમિયાન નાકમાં મ્યુકોરમાઇક્રોસિસ બ્લેક ફંગસ હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટર દ્વારા લિપોસોમલ એમ્ફોટેરેસિન-બી ઇન્જેક્શન લખી આપતા તેમણે આ 40 ઇન્જેક્શનની શોધમાં નીકળ્યા હતા. આ દરમિયાન 11મીએ તેમના પિતાને અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં આ ઇન્જેક્શનની જરૂર જણાતા તેમના પિતાને નરોડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

    16મીએ ઓપરેશન કરાવ્યું હતું અને તે દરમિયાન તેઓને તેમના સંબંધીએ જીતુ ભરવાડનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં અંકુર ચાર રસ્તા પાસે તેઓ ઇન્જેક્શન લેવા આવ્યા હતા. ત્યારે જીતુ ભરવાડ નામના વ્યક્તિ મળ્યો હતો. 5.80 લાખ રૂ. જીતુ ભરવાડએ લીધા હતા અને ઇન્જેક્શન લઈને આવું છું કહીને જતો રહ્યો હતો. બાદમાં ઇન્જેક્શન આપે ત્યારે અન્ય રૂપિયા આપવાનું કહ્યું હતું. પણ બાદમાં રૂપિયા લઈ જીતુ આવ્યો ન હતો. જીતુના ઘરે પહોંચતા તે મળી આવ્યો ન હતો. જીતુના ઘરે તેની પત્નીએ એક લાખ પરત આપ્યા પણ અન્ય 4.80 લાખ ન આપતા પ્રવીણભાઈએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    ત્યારે હજુ પોલીસે આરોપીને પકડ્યો નથી, ત્યાં આરોપી કોઈ એક રાજકીય પાર્ટીનો કાર્યકર્તા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આરોપી દસક્રોઈના પીપળજ ગામ ખાતે રહેતો હોવાથી હવે પોલીસ આવા કાળા બજારીયાઓને ક્યારે પકડે છે તે મોટો સવાલ છે.


Download Our B K News Today App



Related News