ઓઠવા ના ખેડુત પરિવારે લણણી કરવા આવેલો બાજરીનો પાક ગાયો ને દાન કરી દિધો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-30 11:31:07
  • Views : 342
  • Modified Date : 2021-05-30 11:31:07

     ઉનાળાની ધોમ ધખતી ગરમીમાં દર વર્ષે ગાયો માટે કફોડી હાલત થાય છે ત્યારે ઘણા સેવકો ગાયોના વ્હારે આવતા હોય છે જેમના દ્વારા ઉનાળાની ધોમ ધક્તી ગરમીમાં ગાયોને લીલો ઘાસ ચારો પૂરો પાડવામાં આવતો હોય છે ત્યારે વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ગાયોને લીલો ઘાસ ચારો મળી રહે તે માટે ઘણા ખેડૂતો દ્વારા બાજરીનો ઉભો પાક પણ ભળાઈ દેવામાં આવી રહ્યો છે ત્યારે મહામારીમાંથી ઉગારવા માટે પુણ્ય પણ આગળ આવી રહ્યું છે ત્યારે વર્ષે ઘણા ગામડામાં ગામના ગોંદરે ગાયોને લીલો ઘાસચારો પૂરો પાડવામાં આવી રહ્યો છે.

     ત્યારે કોરોનાની મહામારી માંથી બચવા તેમજ જે લોકો કોરોનાને કારણે સ્વર્ગવાસ થયેલ છે તેમની આત્માને શાંતિ મળે તે માટે આજે ડીસાના ઓઢવા ગામમાં સેધાભાઈ મસરુભાઈ મકવાણાના પરિવારના સભ્યોએ પોતાના ખેતરમાં તૈયાર થયેલો બાજરી પાક ગાયો માટે દાન માટે આપી દીધો હતો.તેમજ ગાયોને ખેતરમાં કંકુ તિલક કરી પર્વેશ આપવામાં આવ્યો હતો.તેમજ ગાયો ચરાવવા આવેલા ગોવાળોને પણ ભોજન પીરસવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News