સિંધુ બોર્ડર પર આજથી ખેડૂત સંસદ શરૂ થશે, સરકાર સાથે આગળ વાત કરવાનો નિર્ણય લે એવી શક્યતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-23 11:37:38
  • Views : 233
  • Modified Date : 2021-01-23 11:37:38

    દિલ્હી બોર્ડર પર નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને આજે 59મો દિવસ છે. સિંધુ બોર્ડર પર આજથી ખેડૂત સંસદની શરૂઆત થશે. એમાં આંદોલન સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર વાત થશે. આ સંસદ બે દિવસ ચાલશે. એમાં સુપ્રીમ કોર્ટના કેટલાક રિટાયર્ડ જજ, કેટલાક પૂર્વ સાંસદ, પત્રકાર પી. સાઈનાથ, સામાજિક કાર્યકર્તા મેધા પાટકર, સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણ સામેલ થશે.

    આ પહેલાં શુક્રવારે સરકાર અને ખેડૂતોની વચ્ચે થયેલી 12મા તબક્કાની વાતચીત પરિણામ વગરની રહી હતી. હવે સરકાર આગળ વાત કરવાની ના પાડી ચૂકી છે. એવામાં ખેડૂત સંસદમાં આંદોલનની દિશામાં નિર્ણય લે એવી શક્યતા છે. સરકાર તરફથી આપવામાં આવેલા કૃષિ કાયદાઓને સસ્પેન્ડ કરવાના પ્રસ્તાવ પર ફરીથી ચર્ચા થાય એવી શક્યતા છે.ખેડૂત નવા કાયદાઓને પરત લેવા અને 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢવા પર અડગ છે. પંજાબનાં ઘણાં શહેરો અને ગામડાંમાં એનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. આજે ગણતંત્ર દિવસનું ફુલ ડ્રેસ રિહર્સલ થવાનું છે. આ કારણે દિલ્હી પોલીસ હાઈ અલર્ટ પર છે.

    ખેડૂતો નવા કાયદાઓને રદ કરવાની માગ પર અડગ છે, જ્યારે સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. આ કારણે આગામી બેઠક માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. 22 જાન્યુઆરીએ 5 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે 30 મિનિટ પણ વાત થઈ ન હતી.

Download Our B K News Today App



Related News