ત્રણ તાલુકા વચ્ચે અટવાયેલા આ રસ્તા મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં પણ રસ્તો નહીં બનતા હવે ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે . . . .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-31 11:28:44
  • Views : 251
  • Modified Date : 2022-07-31 11:28:44


ડીસા તાલુકાના નવા નેસડા ગામ થી લાખણી તાલુકાના પેપળુ ગામને જોડતા એકમાત્ર કાચા અને ખરાબ માર્ગ થી ખેડૂતો તાહિમામ પોકારી ઊઠ્યા છે ત્રણ તાલુકા વચ્ચે અટવાયેલા આ રસ્તા મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં પણ રસ્તો નહીં બનતા હવે ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે . . .


ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારનો વિકાસ થાય તે માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ખાસ કરીને દરેક ગામમાં ગ્રામ પંચાયત દ્વારા પોતાના ગામનો વિકાસ થાય તે માટે સરકાર માંથી ગ્રાન્ટ પાસ કરાવવામાં આવે છે પરંતુ આજે પણ ડીસા તાલુકાના એવા અનેક ગામો છે કે જ્યાં વિકાસ દેખાતો જ નથી આ છે. ગ્રામ પંચાયતની ચૂંટણી સમય ગ્રામીણ વિસ્તારના લોકોને પોતાના વિસ્તારનો વિકાસ થશે સારા રોડ લાઈટ ની સુવિધા પૂરી પાડવામાં આવશે તેવી બાહેધરી આપ્યા બાદ આજે પણ ડીસા તાલુકાના અનેક ગામો સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે. ડીસામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ગામના રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓ ચાર દિવસથી શાળાએ પહોંચી શક્યા નથી તો આ તરફ રસ્તા ઉપર થી પસાર થતા વાહન ચાલકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે ડીસા તાલુકાના નવા નેસડા ગામ થી લાખણી તાલુકાના પેપળુ ગામને જોડતો એકમાત્ર કાચો અને બિસ્મારા માર્ગ. આ ઉબડ ખાબડ રસ્તા પર થી અવરજવર કરતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસામાં તો એક એક ફુટ પાણી ભરાઈ રહેતા ખેડૂતોને પસાર થવું પણ મુશ્કેલી ભર્યું રહે છે આ માર્ગ પર અનેક ખેતરો આવેલા છે જે ખેતર માલિકોને ચાલવાનો એક માત્ર માર્ગ આજ છે અહીંથી પસાર થતી વખતે બે વાહનો સામ સામે આવી જાય તો પણ ભારે મુશ્કેલી સર્જાય છે આમ તો આ નવા નેસડા અને પેપળુ બંને ગામ ડીસા તાલુકામાં જ આવતા હતા પરંતુ હવે આ નવા નેસડા ગામ ડીસા તાલુકાની હદમાં આવે છે પરંતુ વિધાનસભા ક્ષેત્ર કાંકરેજ લાગે છે જ્યારે પેપળુ ગામ લાખણી તાલુકો અલગ થતા તેમાં આવી ગયું છે.આમ આ માર્ગ ત્રણ તાલુકા વચ્ચે અટવાઈ ગયો છે આ મામલે સ્થાનિક ખેડૂતોએ ત્રણેય તાલુકા માં સ્થાનિક તંત્ર થી લઈ ધારાસભ્ય, સાંસદ અને મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ આ માર્ગ અંગે કોઈ જ વિચારણા નહીં થતાં હવે કંટાળેલા ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે . . . .


Download Our B K News Today App



Related News