ડીસા તાલુકાના ભોયણ ગામના ખેડૂતપુત્ર નેપાળમાં જઈ દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ગામ અને દેશનું નામ કર્યું રોશન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-02 11:56:46
  • Views : 459
  • Modified Date : 2021-11-02 11:56:46

કલા અને હુનર એ કોઈની મોહતાજ નથી ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે સૂરજની જેમ પ્રકાશિત થઈ ઊઠે છે. આજ વાતને બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોયણ ગામના એક યુવકે સાર્થક કરી બતાવી છે. નાનકડા ગામના આ યુવકે માત્ર નેશનલ નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલે દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અગાઉ પણ તાલુકાથી માંડીને રાજ્યકક્ષા સુધી અનેક મેડલો આ રમતવીરે પ્રાપ્ત કર્યા છે ત્યારે ચોક્કસ કહી શકાય કે બનાસકાંઠા જિલ્લા જેવા પછાત જિલ્લામાંથી પણ આજે અનેક રમતવીરો દેશનું નામ બહારના દેશોમાં રોશન કરી રહ્યા છે.

 

- પરિવાર ખેતી કરી ગુજરાન ચલાવે છે.

 

 ડીસા તાલુકાના ભોયણ ગામમાં રહેતા અશોકજી ભુનેશા ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની પત્ની ગજરાબેન પણ પતિને આર્થિક રીતે મદદ કરી શકે તે માટે પશુપાલન નું કામ કરે છે જેમને એક દિકરો અને ત્રણ દીકરીઓ છે તેમનો દીકરો મહેશસિંહ ભુનેશા અત્યારે ડીસાની સર્વોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મા સેમ વન માં અભ્યાસ કરે છે સાથે સાથે માતા પિતા ને પણ ખેતી અને પશુપાલન માં મદદ કરે છે. મહેશસિંહ ના માતા પિતા અભણ છે પરંતુ દીકરાને શરૂઆતથી જ કંઈક કરવાની તમન્ના જાગી હતી અને બસ ત્યારથી જ તે સ્પોર્ટ્સ માં રસ લેવા લાગ્યો હતો ધીમે ધીમે તેને દોડ ની સ્પર્ધાઓમાં ભાગ લેતા તે વિજેતા બનતો હતો

 

- ડીસા તાલુકાના નાનકડા ગામના ખેડૂત પુત્રે ગોલ્ડ મેડલ મેળવ્યો

 

 ભોંયણ ગામના ખેડૂત પુત્રએ બે મહિના અગાઉ ગોવા ખાતે નેશનલ દોડ સ્પર્ધામાં તેનું સિલેક્શન થયું હતું ત્યાં તેને પ્રથમ નંબર આવતા ગોલ્ડ મેડલ મળ્યો હતો અને તેની ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પણ પસંદગી થઇ હતી. જે અંતર્ગત તે નેપાળ ખાતે ઇન્ડો - નેપાલ ઇન્ટરનેશનલ દોડ સ્પર્ધામાં ભાગ લેવા ગયો હતો જ્યાં તેને 4.20 મિનિટમાં 1500 મીટર ની દોડ પુરી કરી પ્રથમ નંબર આવતા ગોલ્ડ મેડલ મળ્યો હતો. મહેશસિંહે ગોલ્ડ મેડલ મેળવી માત્ર ગામ કે સમાજ જ નહીં પરંતુ દેશનું નામ રોશન કર્યું છે.

 

- આર્મીમાં જવાની ઈચ્છા ધરાવે છે

 

   ડીસા તાલુકાના નાનકડા ગામ એવા ભોંયણગામના ખેડૂત પુત્ર ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે વિવિધ સમાજના લોકોએ તેનું સન્માન કર્યું હતું ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રમતવીરો વિવિધ સ્પર્ધાઓમાં રસ ધરાવે છે આમ તો વર્ષોથી બનાસકાંઠા જિલ્લાને સતીપ્રથા જિલ્લો માનવામાં આવે છે પરંતુ જેમ-જેમ ટેક્નોલોજીનો જમાનો આગળ વધી રહ્યો છે અને શિક્ષણનું પ્રમાણ જિલ્લામાં વધી રહ્યું છે તેના કારણે આજે બનાસકાંઠા જિલ્લાનું નામ દેશ અને વિદેશમાં ગુંજતું થયું છે જિલ્લામાં આજે રમતગમત ક્ષેત્રે પણ અનેક રમતવીરો પોતાનામાં રહેલ ટેલેન્ટ બતાવી આજે જિલ્લાનું નામ અન્ય રાજ્યોની જેમ રોશન કરી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના ભોંયણ ગામના ખેડૂત પુત્રએ પણ નેપાળ ખાતે યોજાયેલી દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર જિલ્લાનું નામ રોશન કરી છે અને હવે તે આર્મીમાં જોડાઇને દેશની રક્ષા કરવા માંગે છે.

 

Download Our B K News Today App



Related News