ડીસા ના બુરાલ ગામે રહેતા અને ખેતી કરતા ખેડૂત ની જમીન ને પોતાની માલિકી ની બતાવી ચારેક ઈસમો એ ખેતર ટ્રેકટર લઈ થાભલા તોડી નાખી નુક્શાન કરતા પીડિત ખેડૂતે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-16 12:49:31
  • Views : 580
  • Modified Date : 2022-07-16 12:49:31


ડીસા ના બુરાલ ગામે ખેતર ના  થાંભલા તોડી નાખતા ફરિયાદ


ડીસા ના બુરાલ ગામે રહેતા અને ખેતી કરતા ખેડૂત ની જમીન ને  પોતાની માલિકી ની બતાવી ચારેક ઈસમો એ ખેતર ટ્રેકટર લઈ થાભલા તોડી નાખી નુક્શાન કરતા પીડિત ખેડૂતે આ મામલે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે


આ ફરિયાદ ની હકીકત મુજબ ડીસા ના બુરાલ ગામે રહેતા લાલભાઈ હરજીભાઈ ચૌધરી પોતાની ખેતી ની જમીનમાં પોતાના પરિવાર સાથે પોતાના ખેતર માં હતા તે દરમિયાન ગામના શાંતિભાઈ રાજુભાઇ ચૌધરી ,દેવરાજભાઈ કરશનભાઇ ચૌધરી ,ભૂરાભાઈ દેવજીભાઈ ચૌધરી અને મસરૂભાઈ વસ્તાભાઈ ચૌધરી ટ્રેકટર ત્યાં આવેલા અને લાલભાઈ ચૌધરી ને કહેવા લાગેલ કે આ ખેતર અમારું છે તમે અહીં થી જતા રહો જેથી લાલભાઈ એ. કહેલ કે આ ખેતર તો મારા બાપા નું છે તેમ કહેતા આ ચારેય ઈસમો ઉશ્કેરાઈ ગયેલા અને અપશબ્દો બોલવા લાગેલ અને લાલભાઈ ઉપર હુમલો કરી ગડદાપાટુ નો માર મારવા લાગેલ તેમજ લાલભાઈ ના ખેતર માં ટ્રેકટર ફેરવી સિમેન્ટ ના થાંભલા તોડી નાખી નુકશાન પણ કરેલ જેથી લાલભાઈ બુમો પાડતા નજીક માં રહેતા તેમના ભાઈ સહિત ના દોડી આવ્યા હતા જોકે જતા જતા આ ઈસમો એ લાલાભાઈ ને જાનથી મારી નાખવાની ધમકી આપેલ જેથી આ  બનાવ ના પગલે લાલાભાઈ ચૌધરી એ ડીસા તાલુકા પોલીસ મથકે શાંતિભાઈ રાજુભાઇ ચૌધરી ,દેવરાજભાઈ કરશનભાઇ ચૌધરી ,ભૂરાભાઈ દેવજીભાઈ ચૌધરી અને મસરૂભાઈ વસ્તાભાઈ ચૌધરી તમામ રહે.બુરાલ વાળા વિરુધ ફરિયાદ નોંધાવાતા પોલીસ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે


Download Our B K News Today App



Related News