ખેડૂતે ઓર્ગેનિક ખેતીથી રેકર્ડબ્રેક ઉત્પાદન મેળવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-29 11:36:58
  • Views : 502
  • Modified Date : 2020-09-29 11:36:58

    કપડવંજના મહેનતકક્ષ ખેડૂતે 10 એકરમાં સજીવ ખેતી થકી તરબૂચ અને સક્કરટેટીમાં રેકર્ડબ્રેક ઉત્પાદન મેળવ્યું છે. તેમની આ સિદ્ધિ બદલ રાજ્ય સરકાર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે.

કપડવંજના ગરોડ રોડ ઉપર આવેલા 10 એકરમાં પથરાયેલ મુખી ફાર્મમાં છેલ્લા દસ વર્ષથી સજીવ ખેતી (ઓર્ગેનિક) કરતા નીતિનભાઈ મણીભાઈ પટેલને રાજ્યકક્ષાનું સર્વોચ્ચ સન્માન ગણાતા સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર 2019-20 સજીવ ખેતીથી સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, સજીવ ખેતી દ્વારા તરબૂચ અને સકરટેટી નું વિક્રમજનક ઉત્પાદન મેળવ્યું છે. કોઈપણ પ્રકારના રસાયણો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ વગર આ પરિણામ મેળવ્યું છે. આમાં ઉત્પાદિત તરબૂચ અને સકરટેટીના સેમ્પલનું પેસ્ટીસાઈડ રેસીડયુ લેબોરેટરી આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે એનાલિસિસ પણ કરવામાં આવ્યું હતું અને રિપોર્ટમાં કોઈપણ પ્રકારના જંતુનાશકોના અવશેષો મળ્યાં નથી. મુખી ફાર્મમાં સને 2019-20માં ઓર્ગેનિક ખેતી દ્વારા તરબૂચ 5500 મણ અને સકરટેટી 1200 મણ જેટલું ઉત્પાદન મેળવ્યું હતું.

સન્માનપત્ર સાથે મળેલી રકમમાંથી ખેતમજુરોને બે ગાય આપશે
નિતીનભાઈને રાજ્ય કક્ષાના અને જિલ્લા કક્ષાના પુરસ્કારના મળેલા રૂપિયા 76 હજારમાંથી મુખી ફાર્મના ખેતમજુર રમોસડીના બાબુભાઈ પરમાર અને ગરોડના વનરાજભાઈ પરમારને ગાયો લાવી આપવાનું નક્કી કર્યું છે. જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.

Download Our B K News Today App



Related News