બનાસબેંક માડકા શાખાના મેનેજરનો વિદાય સમારોહ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-24 12:48:06
  • Views : 360
  • Modified Date : 2021-09-24 12:48:06

     બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માડકા ખાતે આવેલ ધી બ.કાં.જિલ્લા મદયસ્થ સહકારી બેંકમાં છેલ્લા બે વર્ષથી બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતાં કાંકરેજ તાલુકાના ભુદેવ નગરી તરીકે પ્રખ્યાત શિરવાડા ગામના વતની અને નવ ગુજરાત સમય થરાના રીપોર્ટર યોગેશભાઈના પિતા જોષી બચુભાઈ હરીભાઈની બદલી માંડકા શાખામાંથી બનાસબેંક એટા શાખામાં થતાં સ્ટાફમિત્રો તેમજ મંત્રીઓ દ્વારા તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.તેઓએ બે વર્ષના ટુંકા સમયગાળામાં સ્ટાફમાં, ગ્રાહકોમાં અને મંડળીના મંત્રીઓ તેમજ ગ્રામજનોમાં સારીલોકચાહ ના મેળવી હતી.વિદાય વેળાએ તેમને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી શ્રીફળ આપી અભિનંદન પાઠવી ભાવભરી વિદાય આપવામાં આવી હતી.તે સમયે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. મંડળીના ચેરમેન, મંત્રીઓ,ગ્રામજનો ઉપસ્થિત રહી ભાવભરી વિદાય આપી હતી.

Download Our B K News Today App



Related News