આજરોજ ડીસા તાલુકાના માનપુરા સાવીયાણા પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા આચાર્યનો વિદાય સમારોહ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-29 11:53:13
  • Views : 296
  • Modified Date : 2021-10-29 11:53:13

 

ડીસા તાલુકાના સાવિયાણા ગામમાં આવેલ માનપુરા પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા દિનેશભાઈ મગનભાઈ પટેલ નો આજે વિદાય સમારંભ યોજાયો હતો દિનેશભાઇ પટેલે પોતાના જીવનકાળ દરમ્યાન શિક્ષક તરીકે અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડ્યું હતું જે બાદ માનપુરા પ્રાથમિક શાળા ખાતે પણ છેલ્લા ઘણા સમયથી દિનેશભાઇ પટેલે આચાર્ય તરીકે ફરજ બજાવી હતી દિનેશભાઇ પટેલે આચાર્ય બન્યા બાદ માનપુરા પ્રાથમિક શાળામાં અનેક શિક્ષણને લગતા કાર્ય કરવામાં આવ્યા હતા જેના કારણે આજે માનપુરા પ્રાથમિક શાળા શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહી છે આચાર્ય બન્યા બાદ શાળાના શિક્ષણ પણ સતત સુધારો લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ત્યારે આજે આચાર્ય તરીકે તેમની ફરજ પૂર્ણ થતા આજે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો માનપુરા પ્રાથમિક શાળા ખાતે તેમના વિદાય સમારંભ પ્રસંગે શાળાના શિક્ષકો તેમજ ગ્રામજનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યો હતો. અને આવનારા સમયમાં તેમનું જીવન સુંદર અને નિરોગી જાય તે માટે તેમને શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના શિક્ષકો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News