ડીસા હાઈવે પર આવેલ સ્પાર્ક રેસ્ટોરન્ટ ખાતે ઈન્દરાનગર પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો ચુંટાયેલા સદસ્યો રહ્યા ખાસ ઉપસ્થિત..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-07 10:49:47
  • Views : 323
  • Modified Date : 2022-05-07 10:49:47

 

ડીસા શહેરમાં આવેલ ઈન્દરાનગર પ્રાથમિક શાળામાં 15 વર્ષથી ફરજ બજાવતા રઘુભાઈ સોલંકી આજરોજ વય મર્યાદા નિવુત થતાં સ્પાર્ક રેસ્ટોરન્ટ ખાતે ભવ્ય વિદાય સમારંભ યોજાયો જેમાં મોટીસંખ્યામાં ડીસા શહેરમાં આગેવાનો સાથે શિક્ષણ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક રઘુભાઈ સોલંકી દ્વારા  5.5.2022 ના વય નિવૃત થતાં ઉપસ્થિત સહુ મહેમાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે વિદાય સમારંભ કાર્યકમમાં વોર્ડ નં,6 ના સદસ્ય પ્રશાંતભાઈ ભાટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રઘુભાઈ સોલંકી શિક્ષક દ્વારા હંમેશા શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે સુંદર શિક્ષણ આપી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે જ્યારે શિક્ષક રઘુભાઈ સોલંકી કાંકરેજ તાલુકાના ઉણ ગામના વતની છે અને નોકરીની શરૂઆત પાટણ તાલુકાના સમી બાસ્પા અને વાલપુરા ગામે ફરજ બજાવયા બાદ ડીસા ઈન્દરાનગર પ્રાથમિક શાળા ખાતે 15 વર્ષથી ફરજ બજાવતા હતા અને આજે સરકાર શ્રી ના નિયમ મુજબ નિવુત થતાં વિદાય સમારંભ યોજાયો હતો આ કાર્યકમમાં જિલ્લા મંડળી ડિરેક્ટર દેવેન્દ્રભાઈ ત્રેવિદી  મુકેશભાઈ દવે શિક્ષક જયોતી સંપાદક રાણાભાઈ માળી તાલુકા મંડળી મંત્રી પ્રવીણભાઈ રાજગોર ચીહ દોશી સેન્ટર તેમજ શાળાનાં આચાર્ય સાથે  વોર્ડ નં 1 અપક્ષ સદસ્ય  કિરણભાઈ રાવળ  તેમજ વોર્ડ નં 6 ના સદસ્ય પુનમબેન પ્રશાંતભાઈ બાકી   શિક્ષક રમેશકુમાર જોષી  સહિત ગ્રામજનો અને ઈન્દરાનગર પ્રાથમિક શાળાના તમામ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહીને વય સેવા નિવૃત્ત શિક્ષક રઘુભાઈ સોલંકીને શુભેચ્છાઓ પાઠવી હતી અને શિક્ષક રઘુભાઈ સોલંકી દ્વારા  શાળા પરીવાર સાથે સેવાકાર્ય દરમિયાન અનુભવો વાગોળ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક  આશિષભાઈ સાધુ દ્વારા કરવામાં આવ્યું હતું..

Download Our B K News Today App



Related News