નખત્રાણામાં 2001ના ભૂકંપ બાદ માનસિક સ્થિતિ ગુમાવનાર સભ્યને પરિવારે અવવારુ જગ્યાએ 9 વર્ષ સુધી સાંકળોથી બાંધી રાખ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-12 12:17:39
  • Views : 381
  • Modified Date : 2021-02-12 12:17:39

    કચ્છમાં 20 વર્ષ પહેલા આવેલા વિનાશકારી ભૂકંપે અનેકના જીવનને તબાહ કરી નાંખ્યા હતા. અનેક પરિવાર આજે પણ એ ભયાનક આપદામાંથી બહાર નથી આવી રહ્યાં. આ ભૂકંપના કારણે ઘણા લોકોનએ આઘાતમાં સરીને માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. આવી જ એક વ્યક્તિ સચિનસિંહ વાઢેર કચ્છના નખત્રાણાના સુખપુર ગામની છે, જેઓએ 2001માં માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને છેલ્લા 9 વર્ષથી તેમને એક અવાવરુ જગ્યાએ સાંકળોથી બાંધીને રાખવામાં આવ્યા હતા. ગઇકાલે કેટલાક સામાજિક કાર્યકરોને સચિનસિંહ વિશે જાણવા તેઓ તેમના પરિવારને મળ્યા હતા અને સાંકળમાંથી મુક્ત કરાવ્યા હતા.

    નખત્રાણાના સુખપુરમાં વાઢેર પરિવાર ખુશીથી રહેતો હતો પરંતુ 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપે આ પરિવારનું સર્વસ્વ છીનવી લીધું. પરિવાર ઘર વિહોણું બની ગયું. પરિવારના સભ્ય સચિનસિંહ આ આઘાતને સહન ન કરી શક્યા અને તેમની માનસિક સ્થિતિ કથળી ગઇ હતી. માનસિક રીતે અસ્થિર થયેલા સચિનસિંહ રાહદારીઓ અને વાહનો પર પથ્થરમારો કરતા હતા. પરિવાર માટે સચિનસિંહને સંભાળવું મુશ્કેલ બન્યું હતું. જેથી ના છૂટકે પણ સચિનને સાંકળથી બાંધી રાખવામાં આવ્યા હતા. તેમને પહેરવા ઓઢવાની પણ કોઇ સુવિધા આપવામાં આવી ન હતી.

    આ અંગે સામાજિક આગેવાન હેમેન્દ્ર જણશાલીએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સુખપર ગામમાં છેલ્લા 20 વર્ષથી માનસિક બીમારીની સમસ્યાથી સચિનસિંહ વાઢેર પીડાઇ રહ્યાં હતા. તેમના પરિવારે ખૂબ તનતોડ મહેનત કરી પણ આખરે રોજનું કમાતા અને રોજનું પેટ રળતા પરિવારે ના છૂટકે તેમને સાંકળથી બાંધવા પડ્યા હતા. સચિનસિંહ ક્યાંય ભાગી ન જાય, ગામના કોઇને નુકસાન કે મારકૂટ ન કરે, અસ્થિર હાલતમાં આ ભાઇ ગામમાં ક્યાંય ફરે નહીં એ માટે તેમના પરિવારે 9 વર્ષથી આ ભાઈને સાંકળમાં બાંધીને રાખવામાં આવ્યો હતો અને ગામથી દૂર અવાવરુ જગ્યાએ આ વ્યક્તિને રાખવામાં આવ્યો હતો.

    આ અંગે સામાજિક આગેવાન હેમેન્દ્ર જણશાલીએ જણાવ્યું હતું કે, જ્યારે અમને સચિનસિંહ વાઢેર 9 વર્ષથી સાંકળથી બાંધેલા છે તેવી જાણ થઇ ત્યારે અમે તેમને પરિવારને મળ્યા હતા. પરિવારજનો સાથે વાત કર્યા બાદ અમે સચિનસિંહને સાંકળમાંથી મુક્ત કરાવ્યા હતા. જોકે જ્યારે અમે સાંકળમાં મારેલા તાળાની ચાવી અંગે તેમના પરિવારજનોને પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે 9 વર્ષ થયા હવે તો અમને યાદ પણ નથી કે આ તાળાની ચાવી ક્યાં છે.

    તેમણે વધુમાં જણાવ્યું કે, ચાવી ન મળતા ગ્રાઇન્ડરથી સાંકળો તોડવામાં આવી હતી. બાદમાં તેમને સ્નાન કરાવી સ્વચ્છ કરવામાં આવ્યા હતા અને અત્યારે એક આશ્રમમાં તેમને આસરો આપવામાં આવ્યો છે. થોડા જ સમયમાં તેમની માનસિક સ્થિતિની સારવાર કરાવવામાં આવશે અને સારવાર બાદ જ્યારે તેઓ પુનઃ સ્વસ્થ થઇ જશે ત્યારે તેમના પરિવારને સોંપવામાં આવશે.


Download Our B K News Today App



Related News