અરવલ્લીના અકસ્માતમાં મૃતક પદયાત્રીઓના પરિવારને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય, CMએ દુ:ખ વ્યક્ત કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-02 13:00:10
  • Views : 256
  • Modified Date : 2022-09-02 13:00:10

 

અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓના ગંભીર અકસ્માતને લઇ CM ભૂપેન્દ્ર પટેલે દુ: વ્યક્ત કર્યું છે. CM ટ્વિટ કરીને કહ્યું કે, 'અરવલ્લીજિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય આપશે.'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદયાત્રીઓના મૃત્યુને લઇ પદયાત્રીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરતા મૃતકોના પરિવારજનો માટે 4 લાખની સહાયની જાહેરાત કરી છે તેમજ ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે.

 

જો કે, અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. સાથે લોકોના ટોળાં એકત્ર થઇ જતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. આથી, તાત્કાલિક ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા ઘટનાને લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, ​અરવલ્લી જિલ્લાના માલપુરના કૃષ્ણાપુર પાસે અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને ઇનોવા કારે કચડી નાખતા કુલ 6 પદયાત્રીઓના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 6 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તને માલપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે. પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની છે.

 

Download Our B K News Today App



Related News