ગાંધીનગરમાં પૂર્વ સૈનિકો આજે રાજ્યપાલને મળીને મેડલ પરત કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-18 16:18:06
  • Views : 242
  • Modified Date : 2022-09-18 16:18:06

 આ આંદોલન ઉગ્ર બનતા સચિવાલયના ગેટ નંબર એક બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને રેપિડ એક્શન ફોર્સની ટીમને પણ ડિપ્લોય કરવામાં આવી છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથેની આજની બેઠક પણ નિષ્ફળ રહી છે. ત્યારે આજે મેડલ પરત કરવાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. પાટનગર ગાંધીનગરના છેલ્લા કેટલાય દિવસથી આર્મીના નિવૃત્ત જવાનો આંદોલન કરી રહ્યા છે.તેમની પડતર માગણીઓ સરકાર તાત્કાલિક ધોરણે સ્વીકારે તે માટે સચિવાલયના ગેટ નંબર એકની બહાર આંદોલન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગઈકાલે રાજ્ય સરકાર સાથે એક બેઠક યોજવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકાર લેખિતમાં કોઈપણ પ્રકારની બાંહેધરી આપવા માંગતી ન હતી. જ્યારે રાજ્ય સરકારના જિલ્લામાં જે નિવૃત્ત સેના જવાનોને એલઆરડીમાં ભરતી માટેનો હક અને જમીન માટેનો જે હક આપવામાં આવ્યો છે તેમાં પણ હજી સુધી કોઈ પણ જવાનોને ફાયદો થયો નથી. જે અન્વયે આંદોલન કરી રહેલા આર્મીના નિવૃત્ત જવાનો આજે રાજ્યપાલને મળીને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા વીરતા ચક્ર અને મેડલોને સુપરત કરશે. વધુ મળતી માહિતી મુજબ બેઠક નિષ્ફળ રહેતા આર્મીના પૂર્વ જવાનોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની હાય હાય બોલાવી હતી. 

Download Our B K News Today App



Related News