ઊંઝા ખાતે આયુષ્માન ભારત યોજનાના પાંચમાં વર્ષમાં પ્રવેશની ઉજવણી કરાઇ

  • Published By :
  • Published Date : 2022-09-24 18:07:45
  • Views : 180
  • Modified Date : 2022-09-24 18:07:45

વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસાણાના ઊંઝા ખાતે યોજાયેલા આયુષ્યમાન ભારત યોજનાના પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થય વીમા યોજના PMJYમાં ગુજરાતે સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે. જેમાં મહેસાણા જિલ્લાએ સૌથી વધુ કાર્ડ આપી અવ્વલ સ્થાન આપ્યુ છે જેના બદલ જિલ્લાને એવોર્ડ પણ મળ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, મહેસાણા જિલ્લાના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોને સીસીટીવી થી સુસજ્જ કરાયા છે,જેના પગલે આરોગ્યની કામગીરી જીવંત જોઇ શકાશે તેમણે ઉમેર્યું હતું કે સ્વસ્થ ગુજરાત,શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરતી આયુષ્યમાન ભારત યોજનામાં કરોડો પરીવારોને આવરી લેવામાં આવેલ છે.

મહેસાણા જિલ્લામાં ધાર્મિક સ્થળોનો વિકાસ થાય તે માટે સરકાર કટિબધ્ધ

આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની દિર્ઘદષ્ટીને પગલે આજે વિશ્વાસથી વિકાસના મોડેલથી સ્વાસ્થય ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યુ છે.આરોગ્યની સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર અવિરત પ્રયાસ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે આરોગ્યની સાથે ખેતી,ઉધોગ તેમજ પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.તેમણે ઉમેર્યું હતું કે સૌના સાથ ,સૌના વિકાસ થકી ગુજરાત ડબલ એન્જીનની સરકારથી તેજ ગતિથી આગળ વધી રહ્યું છે.મહેસાણા જિલ્લામાં ધાર્મિક સ્થળોનો વિકાસ થાય તે માટે સરકાર કટિબધ્ધ બની છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે સરકારે વિકાસના અનેક આયામો સાથે ચોતરફ વિકાસની આગેકૂચ કરી છે.

પોષણ ન્યુટ્રીશન કિટ વિતરણ

વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રૂટિન રસીકરણ કાર્યક્રમને મજબૂત બનાવવાના વર્કશોપનું ઉદ્ધાટન કરવામાં આરોગ્યમંત્રીના હસ્તે કરાયું હતું .તેમજ સગર્ભા બહેનોના નવા PMJAY-MA Card,પોષણ કિટ વિતરણ અન્ય લાભાર્થીઓને PMJAY-MA Card નું વિતરણ કરવામાં આવ્યું હતું. એનટીઈપી કાર્યક્રમ અંતર્ગત ” કોમ્યુનિટી સપોર્ટ ઑફ ટીબી પેશન્ટ” અંતર્ગત ડાયમંડ,વિસનગર,શ્રી મનુભાઈ પટેલ,કરુણા સેતુ ટ્રસ્ટ,વડનગર,સેરા સિરામિક,કરૂણનગ,સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ,બેચરાજી, આરોગ્ય સમિતિ ચેરમેન,  દિનેશ પટેલ દ્વારા 800 જેટલી પોષણ કિટનું વિતરણ કરાયું હતું. નિક્ષય પોષણ ન્યુટ્રીશન કિટ વિતરણ અન્વયે 07 દાતાઓ દ્વારા વિવિધ તાલુકાઓમાં 586 કિટનું વિતરણ કરેલ છે. જે અંતર્ગત 26 ન્યુટ્રીશન કિટ વિતરણ કરાયું હતું.

 5 ટ્રાઈસીકલ,5 વ્હીલ ચેર તેમજ 100 બેબી કિટનું વિતરણ

સમગ્ર ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લાની પહેલ અન્વયે જિલ્લાના તમામ પ્રા.આ.કેન્દ્ર અને સા.આ.કેન્દ્ર ખાતે 15 માં નાણા પંચની ગ્રાન્ટમાંથી CCTV કેમેરાનો શુભારંભ કરાયો હતો. જે અંતર્ગત મંત્રીએ ખેરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઓનલાઇન નિરીક્ષણ કર્યું હતું. રાજ્ય સરકારે ફાળવેલ સાત સી.એસ.સી. બદલ દરેક ગામોના લોક પ્રતિનિધિ દ્વારા આરોગ્ય મંત્રીનું ભવ્ય સ્વાગન સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત રાજ્યના સહકારથી 5  ટ્રાઈસીકલ,5 વ્હીલ ચેર તેમજ 100 બેબી કિટનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News