બનાસકાંઠાના ડીસા-લાખણી હાઇવે ઉપર આવેલા સીએનજી પંપ પર એક આધેડે પમ્પના કર્મચારીનો મોબાઈલ ચોરી કરી ગયો હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-17 13:24:52
  • Views : 195
  • Modified Date : 2021-12-17 13:24:52

 

બનાસકાંઠાના ડીસા-લાખણી હાઇવે ઉપર આવેલા સીએનજી પંપ પર સી.એન.જી. ગેસ ભરાવા આવેલ એક આધેડ પમ્પના કર્મચારી નો મોબાઈલ ચોરી કરી ગયો હોવાની ઘટના સામે આવી છે. ચોરી ની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થતા ગાડી નંબર ના આધારે ચોર ની તપાસ શરૂ કરાઇ છે.આજે ડીસા લાખણી હાઇવે ઉપર આવેલા સીએનજી પંપ ઉપરથી સીએનજી ભરાવવા માટે આવેલી ગાડીમાં બેથેલ એક આધેડ મોબાઈલ ચોરી કરી ગયો છે . સીએનજી પંપ ના એક કર્મચારી નો મોબાઈલ ગમ થયો હતો. જે મામલે સીસીટીવી માં તપાસ કરતા એક બ્લેક કલરની કાર માં સવાર ત્રણ લોકો સીએનજી ભરાવવા માટે આવ્યા હતા જેમાં ગાડીમાં ગેસ ભરાવ્યા બાદ એક આધેડ સીએનજી પંપ ના સ્ટાફની નજર ચૂકવી સીએનજી પંપના ડીસ્પેન્સર પર પડેલ મોબાઇલ લઇ ગાડીની પાછળની સીટ પર બેસી રવાના થઇ ગયો હતો. જે ચોરી ની ઘટના સીસીટીવી કેમેરામાં થઈ હતી. જોકે ગાડી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાતી હોય ગાડી ના રજીસ્ટ્રેશન ના આધારે સીએનજી પંપ ના સંચાલકે મોબાઈલ ચોરની તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News