ડીસા તાલુકાના સોયલા ગ્રામ પંચાયતની આખી બોડી બિન હરીફ થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-08 10:35:54
  • Views : 351
  • Modified Date : 2021-12-08 10:35:54

 

બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તેમાં ડીસા તાલુકામાં 84 ગ્રામ પંચાયતોની જનરલ ચૂંટણી તેમજ ૮ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે જેમાં ડીસા તાલુકાના સોયલા ગામ ખાતે ૮૪૨ મતદાન ધરાવતું ગામમાં સરપંચ તરીકે મીઠીબેન નારણભાઈ જોશી તેમજ ડેપ્યુટી સરપંચ તરીકે પરસોતમભાઈ મહાદેવ ભાઈ જોશી અને તેમના સભ્યો આજે ફોર્મ પરત ખેંચવાના   સોયલા ગ્રામ પંચાયત આખે આખી બોડી બિન હરીફ થઈ હતી.બિન હરીફ થતા ડીસા મામલતદાર ખાતે આખી બોડી ને ફૂલ હાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમજ સરપંચ તરીખે મીઠીબેન નારણભાઇ જોશી એ તમામ સોયલા ગામના લોકોને ખાતરી આપી હતી કે ગામમાં જેલોકોની માંગો છે તે પુરી કરીશ અને સોયલા ગામને  વિકાસ ના પંથે લઈ જઈશ તેવી ખાતરી આપી હતી.

Download Our B K News Today App



Related News