શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધશે, સરકારે ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ અમલમાં મૂક્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-21 15:04:19
  • Views : 99
  • Modified Date : 2023-06-21 15:04:19

ગુજરાત સરકાર દ્વારા રોજગારીનો તકો વધારવા વધુ એક યોજના અમલમાં મૂકી છે. ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં બાગાયતનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર દ્વારા ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમઅમલમાં મૂક્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત શહેરી વિસ્તારમાં રોજગારીની તકો ઉભી થશે. આ કાર્યક્રમ માટે સરકારે રૂ.324 લાખની જોગવાઈ કરી છે.ગુજરાત સરકારે શહેરોમાં બાગાયતને પ્રોત્સાહન આપવા અને રોજગારીની તકો ઊભી કરવા માટે અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ નામનો નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ યોજના હેઠળ સરકારનો મુખ્ય ઉદેશ રાજ્યના મુખ્ય શહેરોમાં વધુ હરિયાળી લાવવાનું અને યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરવાનું છે.ગુજરાત માહિતી ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત લોકોને તાલીમ આપી કુશળ બનાવવામાં આવશે. આ માટે રાજ્યના 8 મહાનગરોમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ મહાનગરોમાં અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ હેઠળ 175 જેટલી ત્રિ-દિવસીય કૌશલ્યવર્ધન તાલીમોનું આયોજન કરાશે. આ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં માળી કામ માટેની તાલીમ આપી લોકોને તૈયાર કરાશે.રાજ્ય સરકારની આ યોજના સ્કિલ્ડ લોકોને રોજગારીની તકો પણ પુરી પાડશે. જેમાં ખાસ કરીને આ યોજના રાજ્યના 8 મહાનગરોમાં શરૂ કરવામાં આવશે. જેના માટે સરકાર માળી કામ માટેની તાલીમ આપી લોકોને તૈયાર કરશે. તાલીમાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા પ્રતિદિન રૂ.250 ભથ્થું આપવામાં આવશે તેમજ માળી કામ માટેની જરૂરી ગાર્ડન ટૂલ કીટ પણ અપાશે.અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ માટે સરકારે રૂ.324 લાખની જોગવાઈ કરી છે. આ કાર્યક્રમ હેઠળ બાગાયત વિભાગ દ્વારા માળી કામ માટેની ત્રિ-દિવસીય કૌશલ્યવર્ધન તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગર સહિતના આઠ મહાનગરોમાં કુલ 175 તાલીમોનું આયોજન કરવામાં આવશે. આ તાલીમ સ્થાનિક કક્ષાએ રોજગારીની નવી તકો ઉભી કરી આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા મદદરૂપ થશે.

Download Our B K News Today App



Related News