ડીસા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓનો અઠ્યાસી દિવસથી પગાર ન થતાં કામકાજ છોડી હડતાલ પર બેઠા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-13 12:19:56
  • Views : 368
  • Modified Date : 2021-08-13 12:19:56

     ડીસા શહેરમાં કાર્યરત જનરલ હોસ્પિટલમાં કર્મચારીઓ નો છેલ્લા 88 દિવસથી પગાર થતાં આખરે કંટાળેલા જનરલ હોસ્પિટલના તમામ કર્મચારીઓએ આજે જનરલ હોસ્પિટલ નું કામકાજ બંધ કરી હડતાલ પર ઉતરી ગયા હતા કોરોનાવાયરસ ની મહામારીમાં પણ ડીસા ખાતે કાર્યરત જનરલ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ કરવામાં આવી હતી અને રોજેરોજ મોટી સંખ્યામાં કોરોના દર્દીઓને જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી ત્યારે જનરલ હોસ્પિટલના કર્મચારીઓએ રાત દિવસ પોતાના પરિવારની પણ પરવા કર્યા વગર કોરોના દર્દીઓને સારવારમાં મદદરૂપ બન્યા હતા. તેમ છતાં પણ છેલ્લા 88 દિવસથી જનરલ હોસ્પિટલના કર્મચારીઓનો જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ નો પગાર કરતા આખરે કંટાળેલા તમામ કર્મચારીઓ આજે જનરલ હોસ્પિટલમાં પોતાનું કામકાજ બંધ કરી તમામ હડતાલ પર બેસી ગયા હતા અને જ્યાં સુધી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કર્મચારીઓને અઠ્યાસી દિવસ તો પગાર ચૂકવવામાં નહિં આવે ત્યાં સુધી એક પણ કર્મચારી જનરલ હોસ્પિટલમાં કામકાજ નહીં કરે આજે જનરલ હોસ્પિટલમાં કર્મચારીઓની હડતાળને લઈ જનરલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ પણ ભારે હાલાકી પણ કરતા નજરે પડ્યા હતા ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જનરલ હોસ્પિટલના કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવે તો આવનારા સમયમાં જનરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને હેરાનગતિ ભોગવવી પડે.

Download Our B K News Today App



Related News