ડીસા તાલુકાની સૌથી મોટી ગણાતી માલગઢ ગ્રામ પંચાયત માં ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે જોકે હવે લોકો આ વખતે સત્તા પરિવર્તન ઇચ્છી રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-26 11:17:18
  • Views : 418
  • Modified Date : 2021-11-26 11:17:18

 

છે ડીસા તાલુકાનું માલગઢ ગામ. વખતે માલગઢ ગામ પંચાયતની પણ ચૂંટણી યોજાનાર છે. અત્યારે માલગઢગામની વસ્તી અંદાજીત 22 હજાર જેટલી છે જેમાંથી 11 હજાર મતદારો છે. માલગઢ ગામ માં 70 ટકા વસ્તી આજુબાજુના ખેતરોમાં રહે છે જ્યારે 30 ટકા જેટલી વસતી ગામમાં રહે છે. અહીંના સંપૂર્ણ લોકો ખેતી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે ગામની જાતીય સમીકરણો ની વાત કરીએ તો 85 ટકા લોકો માળી સમાજના છે જ્યારે 15 % માં ઠાકોર અને ઇતર સમાજ ની વસ્તી છે જેના કારણે માલગઢ ગ્રામ પંચાયતમાં દર વખતે માળી સમાજ નો ઉમેદવાર વિજેતા થાય છે. ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને માલગઢ ગામ માં પણ અત્યારે રાજકીય માહોલ સર્જાયો છે. ગત વખતે ચૂંટણીમાં કરેલા વાયદાઓ માં સરપંચ ઉણા ઉતર્યા છે. ગામના સરપંચ શ્રાવણભાઈ માળી વિકાસના કામો કરવામાં નિષ્ફળ રહ્યા છે. જાહેર માર્ગ , ગટર સ્ટ્રીટલાઇટ જેવી સમસ્યા થઈ આજે પણ ગામના લોકો પરેશાન છે. ડીસા થી માલગઢ ગામને જોડતો બનાસ નદી માંથી રસ્તો બનાવવાની પણ વર્ષોથી માંગ રહી છે પરંતુ સરપંચ દિશા માં કોઈ વિકાસ કરી શકતા લોકો માં રોષ જોવા મળ્યો છે.

લોકોનું માનીએ તો માલગઢ ગામના લોકો સત્તા પરિવર્તન ઇરછી રહ્યા છે અને યુવા સરપંચ ની ઈચ્છા રાખી રહ્યા છે ગત ચુંટણીમાં જીતેલા શ્રવણભાઈ માળી શૌચાલય અને સ્ટ્રીટલાઇટ કૌભાંડમાં પણ તેમની સામે આક્ષેપો થયા હતા જેથી વખતે સરપંચ તરીકે નવા ઉમેદવારો સામે આવી રહ્યા છે.

 

માલગઢ ગામ ડીસા ને અડીને અને બનાસ નદીના કિનારે આવેલું છે તેમજ રાજકીય રીતે પણ ગામ ખૂબ મહત્વ ધરાવે છે વિધાનસભા ની ચૂંટણી માં પણ ગામના લોકોને મહત્વની ભૂમિકા રહેતી હોય છે તેવામાં હવે દસ વર્ષથી સરપંચ તરીકે ચૂંટાતા  શ્રવણભાઇ માળી ને બદલે હવે લોકો સારા યુવા અને અનુભવી અને વિકાસ ની કેડી પર આગળ લઈ જાય તેવા વ્યક્તિ ની ઈચ્છા રાખી રહ્યા છે

Download Our B K News Today App



Related News