મોટા ભાઈએ નાના ભાઈ અને તેની ગર્ભવતી પત્નીની નિર્દયતાથી હત્યા કરી નાખી;કહ્યું- તેના લગ્ન પહેલા થઈ ગયા, માટે મારા થતા નથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 10:40:04
  • Views : 252
  • Modified Date : 2021-03-11 10:40:04

    દતિયા જિલ્લાના ધીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા ભાઈએ તેના સગા ભાઈ અને તેની ગર્ભવતી પત્નીની નિર્મમ હત્યા કરી છે. લગ્ન નહીં થતા હોવાથી મોટા ભાઈ હીનભાવનાનો શિકાર બન્યો હતો, કારણ કે નાના ભાઈના લગ્ન તેના કરતાં પહેલાં થઈ ચૂક્યા હતા.

    પોતાના લગ્ન નહીં થતા હોવા પાછળ તે નાના ભાઈ તેમ જ તેની પત્નીને જવાબદાર માનતો હતો. પોતાનું ઘર ન વસ્યું તો તેણે ડિપ્રેશનમાં આવી પોતાના સંસારને ઉજાડી દીધો. પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી લીધી છે.​​​​​​​ગામ બેહરુકાના રહેવાસી સંતોષ કુશવાહ (28)ના નાના ભાઈ કિશનના લગ્ન લોકડાઉનમાં થઈ ગયા હતા. તેના લગ્ન કોઈ કારણોથી થઈ શક્યા નહીં. ત્યાર બાદથી તે ઘરમાં વિવાદ કરવા લાગ્યો હતો. તે ઘરમાં કહેતો હતો કે નાના ભાઈના લગ્ન થઈ ગયા છે, માટે હવે તેના લગ્ન નહીં થાય. આ જ કારણથી આરોપી સંતોષ મંગળવારે મોડી રાત્રે નાના ભાઈ કિશન અને તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો.

    જોકે વિવાદ બાદ પ્રિયંકા અને કિશન તેમના રૂમમાં ઊંઘવા જતાં રહ્યાં હતાં, પણ મોડી રાત્રે આરોપી સંતોષે તેના ભાઈ કિશન અને તેની પત્ની પ્રિયંકા પર કુહાડીથી હુમલો કર્યો હતો. બન્નેનાં ગળાં કાપી નાખ્યાં હતાં. થોડી જ ક્ષણોમાં જ બન્નેનાં મૃત્યુ થઈ ગયાં હતાં. આ ઘટના બાદ આરોપી ઘરેથી ભાગી છૂટ્યો હતો. ઘટનાની પરિવારના અન્ય સભ્યોને જાણ થતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે.

Download Our B K News Today App

Related News