ડીસાના તેરમીનાળા વિસ્તારમાં પસાર થતા નાળામાં ઇકો ગાડી પડી જતા લોકોમાં દોડધામ મચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-11 13:16:24
  • Views : 1285
  • Modified Date : 2021-11-11 13:16:24

 

ડીસાના તેરમીનાળા વિસ્તારમાં પસાર થતા નાળામાં ઇકો ગાડી પડી જતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.આજે ડીસાના તેરમીનાળા વિસ્તારમાં રહેતા લાલાભાઈ પુરોહિત પોતાની ઇકો ગાડી પોતાના ઘર આગળ પાર્ક કરીને પોતાના ઘરે ગયા હતા.તે સમયે ગાડીની બાજુમાં 4 બાળકો રમી રહ્યા હતા. આ ચારેય બાળકો રમતા રમતા ઇકો ગાડીમાં ગયા હતા તે સમયે એક બાળકે ઇકો ગાડીનો ગેર પાડી દેતા ગાડી નાળા પરથી રગડી જઈ નાળામાં ખાબકી હતી.ગાડી નીચે આવતાની સાથે આ ચારે બાળકો નીચે ઉતરી જતા તેમનો બચાવ થયો હતો.પરંતુ ગાડી નાળામાં પડતા ગાડી ચાલકને મોટું નુકસાન થયું હતું.આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

Download Our B K News Today App



Related News