ભારતને પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય સરહદને જોડતા એવા ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર પર આજે ભયાનક ટ્રાફિક જામ સર્જાયો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-27 12:57:38
  • Views : 389
  • Modified Date : 2022-02-27 12:57:38

ભારતને પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય સરહદને જોડતા એવા ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર પર આજે ભયાનક ટ્રાફિક જામ સર્જાયો છે

ભારતને પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય સરહદને જોડતા એવા ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર પર આજે ભયાનક ટ્રાફિક જામ સર્જાયો છે.. છેલ્લા ચાર કલાકથી સર્જાયેલા આ ટ્રાફિક જામને પગલે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.. દ્રશ્યોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેટલા વાહનો આ ટ્રાફિકમાં ફસાયેલા છે.. ડીસા તાલુકાનાં આખોલ ગામ નજીક આવેલા મહાકાળી માતાના મંદિરથી ડીસા શહેરના ગાયત્રી મંદિર સુધી આ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.. આખોલ પાસે બનાસ નદીના બ્રિજનું છેલ્લા એક માસથી સમારકામ કરવાનું બહાનું કરીને બંધ કરી દેવામાં આવતા આ પરિસ્થિતી નિર્માણ પામી છે.. આંતર રાષ્ટ્રીય સરહદને દેશ જોડતો આ મુખ્ય માર્ગ છે અને અત્યારે વર્તમાન પરિસ્થિતીમાં સ્થાનિક અધિકારીઓએ અને નેશનલ હાઇવે ઓથોરીટીને અણઆવડતને લઈ આ ગંભીર પરિસ્થિતી નિર્માણ પામી રહી છે.. આ માર્ગ સરહદની સાથે સાથે કંડલા બંદરને પણ જોડતો મુખ્ય માર્ગ છે.. અને આ માર્ગ પર જે રીતે ટ્રાફિક સર્જાઈ રહ્યો છે તેગંભીર બાબત છે.. અગાઉ પણ આ માર્ગ કેટલો મહત્વનો છે તેના વિષે જણાવ્યુ હતું.. પરંતુ તેમ છતાં બનાસકાંઠા જિલ્લાના અધિકારીઓ કોઈ જ ગંભીરતા લેતા નથી તેના પરથી જ સમજી શકાય છે કે જિલ્લાનું વહીવટી તંત્ર કેટલું ગંભીર છે તેની સમજણ આવી શકે છે.. આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે હવે કોઈ રસ્તો હોય તો તે કંડલા તરફથી અવરજવર  રહેલા વાહનોને ડીસાના રાજમંદિર નજીકથી ડાયવર્ઝન આપી સીધા પાટણથી શિહોરી ત્રણ રસ્તા વાળા માર્ગ કરી દેવી જોઇયે.. જેથી ડીસામાથી કંડલા પોર્ટ પરથી અવરજવર કરતાં વાહનોને સરહદને જોડતા માર્ગથી દૂર રાખી શકાય અને તેનાથી આ માર્ગ પર જે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે તે ટ્રાફિક માથી મુક્તિ મળી શકે.. અને પુલનું સમારકામ પૂરું થઈ ગયા બાદ ફરી આ માર્ગને પૂર્વવત કરી દેવો જોઇયે.. પરંતુ વર્તમાન સમયમા ઉક્રેન અને રસિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધને લઈ આંતર રાષ્ટ્રીય સરહદો તણાવમાં છે.. અને વિશ્વ યુધ્ધ પણ ફાટી નીકળવાની દહેશત છે.. આવા કપરા સમયે પણ બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર જે બેદરકારી દર્શાવી રહ્યું છે તેને દેશદ્રોહ પણ કહી શકાય... કારણ કે જો વિશ્વ યુધ્ધ ફાટી નીકળે તો આપણો પરંપરાગત દુશ્મન બનાસકાંઠા વાળી આંતર રાષ્ટ્રીય સરહદ પર હુમલો કરી નાંખે તો આપની સ્થિતિ લાચાર થઈ જાય... ત્યારે આ ગંભીર સમસ્યાને લઈ જિલ્લા કલેક્ટરની પણ ઉદાસીનતા ગંભીર સાબિત થઈ શકે છે..

Download Our B K News Today App



Related News