વરસાદના કારણે રોગચાળા સામે રક્ષણ મેળવવા માટે પાલનપુર નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-31 12:57:23
  • Views : 264
  • Modified Date : 2021-07-31 12:57:23

ચોમાસાના દિવસોમાં વરસાદને લીધે રોગચાળો ફેલાવાનો ભય હોય છે. ઋતુમાં આમેય લોકો વધારે બીમાર પડે છે. કોરોના મહામારીનો ડર એટલો છે કે લોકો સામાન્ય તાવ અને ઉધરસથી ગભરાય છે. સ્થિતિને ધ્યાને લઇ પાલનપુર નગરપાલિકા દ્વારા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાથી ગંદકી થઈ છે એવા સ્થળ ઉપર આજે વરસાદ પછી ઓછો નગરપાલિકા દ્વારા  પાલનપુરમાં ઠેર ઠેર ગંદકી વાળી જગ્યાએ સફાઈ કરીને પાવડર નાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. વ્યવસ્થાને લીધે ચોમાસામાં સામે આવતા વિવધ રોગ સામે રક્ષણ મેળવી શકાય છે.નગરપાલિકાના કાર્યને લીધે રોગ ચાલો ફાટતો અટકાવી શકશે એવું જાણકાર દ્વારા કહેવામાં આવે છે.

 

પાલનપુર ખાતે સીમલા ગેટદિલ્હીગેટ અને સંજય ચોક સહિત  ગઠામણ દરવાજા અને રેલવે સ્ટેશન તેમજ નગરપાલિકા ઉપરાંત  કીર્તિસ્તંભ હાઈવે વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યાનું જાણવા મળે છે. પાલનપુર શહેરના વિવિધ સ્થળે જોવા મળતા  કચરાપેટી અને કચરાના સ્ટેન્ડ પર જંતુનાશક દવા છંટકાવ કરવામાં આવેલ છે.

પાલનપુર શહેરના નાગરિકો દ્વારા નગરપાલિકાના કાર્યની સરાહના કરતાં લોકો સ્વચ્છતા સેવા યજ્ઞથી નગરવાસી ખુશ હોવાનું જાણવા મળે છે.

શહેરમાં પ્રી મોનસૂન પ્લાન યોગ્ય રીતે અમલી બનેલ નથી. કેટલીક જગ્યાએ કચરાના ઢગલા ભરેલા પડ્યા છે. થોડો વરસાદ આવે ત્યારે ગંદકી જાહેર માર્ગમાં ફેલાય છે. નગરપાલિકા દ્વારા જંતુ નાશક દવાના છંટકાવથી રોગો સામે લોકોનું રક્ષણ થશે પરંતુ ગંદકી સાફ કર્યા પછી ફરી અહીં ગંદકી થાય માટે નગરપાલિકા દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવે તે જરૂરી છે. જો વારંવાર રીતે ગંદકીના થર થાય તો ગમે એટલી દવાઓ છાંટવામાં આવે એનો કોઈ અર્થ નથી. માટે એક તરફ નગરપાલિકા અને બીજી તરફ શહેરના લોકોએ પણ જાગૃતિ કેળવી ગંદકી ફેલાય માટે યોગ્ય વ્યવહાર કરે તે જરૂરી થઈ પડે છે.

નગરપાલિકાના કાર્યથી લોકો ખુશ,નગરપાલિકાની કામગીરી બીરદાવવામાં આવી છે.

Download Our B K News Today App



Related News