પાલનપુરમાં મહિલાને અડફેટ લીધા બાદ મોત નિપજાવી ભાગી જનાર કારચાલકને આકેડી ગામથી ઝડપી પાડવામાં આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-04 12:27:36
  • Views : 815
  • Modified Date : 2021-12-04 12:27:36

પાલનપુર આબુ હાઇવે પર હનુમાન ટેકરી પાસે આશરે દસ દિવસ અગાઉ  સ્કૂટર ઉપર જતી એક શિક્ષિકાને કારચાલકે અડફેટમાં લઈને  ભાગી ગયો હતો ત્યારે ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું  જ્યારે પશ્ચિમ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે ભારે જહેમત બાદ દરેક સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરતાં ગાડીનો નંબર મળી આવતા તેનું પગેરું પાલનપુર તાલુકાના આકીડી ગામ મળતા આ ભાગી જનારો કારચાલક ગાડી સાથે ઝડપાઈ જતા તેને પાલનપુર કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો પાલનપુર આબુ હાઇવે આસ્થા સોસાયટીમાં રહેતા નિતાબેન રાજુભાઇ રાવલ એક્ટિવા લઇ સ્કૂલે  જવા નીકળ્યા હતા  ત્યારે તેઓ સ્કૂલે પોહચે તે પહેલા આ શિક્ષિકાને હનુમાન ટેકરી પાસે ઈકો ગાડીના ચાલકે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી  જેમને  સિવીલમાં સારવાર બાદ પ્રાઇવેટ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં ત્યારે દરમ્યાન સારવાર દરમ્યાન મોત થયું હતું તેની ફરિયાદ પશ્ચિમ પોલીસમાં નોંધાતા પીએસઆઇ પી.એસ ગઢવીએ   તેમના સ્ટાફ સાથે હાઇવે ઉપરના તમામ સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરતાં ઈકો ગાડીનો નંબર મળી આવ્યો હતો જેના આધારે પાલનપુર તાલુકાના કેડી ગામમાં તપાસ કરતાં ડ્રાઈવર સુરેશ પરમારને ગાડી સાથે ઝડપી પાડ્યો હતો.. ત્યારબાદ ગાડી કબ્જે કરી પશ્ચિમ પોલીસમાં લાવી આજ રોજ તેને કોર્ટમાં લઈ જવાની તજવીજ હાથ ધરી હતી..

Download Our B K News Today App



Related News