ડીસાના રાજમંદિર નજીક છકડો રીક્ષા પલ્ટી થતા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-27 11:40:45
  • Views : 275
  • Modified Date : 2022-04-27 11:40:45

ડીસાના રાજમંદિર નજીક છકડો રીક્ષા પલ્ટી થતા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.

 

હાઈવે રોડ પર ગટરના ગંદા પાણીના કારણે ઠેરઠેર પડ્યા છે ભુવા..

 

ડીસાના રાજમંદિર સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી હાઇવે રોડ પર રેલાતા ગટરના ગંદા પાણી થી સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.અનેકવાર સ્થાનિક લોકો દ્વારા રજુઆત કરવા છતાં કોઈજ નિરાકરણ ન થતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોમાં ભારે રોષ ઠાલવ્યો.

 

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેર માં આવેલ રાજમંદિર સર્કલ પાસે ડીસા પાલનપુર મેન હાઇવે પર છેલ્લા ઘણા સમય થી ગટરનું ગંદી પાણી રોડ પર રેલમછેલ થતા ઠેરઠેર હાઇવે રોડ પર ગટરના ગંદા પાણી થી ભુવા પડ્યા છે.જેથી વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે.સ્થાનિક લોકો દ્વારા અનેક વાર હાઇવે ઓથોરિટી તેમજ પાલિકામાં લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં કોઈજ નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોમાં તેમજ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તેમજ આ રોડ પર રેલાતા ગટરના ગંદા પાણીના કારણે રોડ પર ભુવા પડવાથી અનેકવાર નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે.ત્યારે આજે એક લોડિંગ છકડો રીક્ષા રાજમંદિર સર્કલ પાસે થી પસાર થતા હાઇવે રોડ પર રેલમછેલ થતા ગટરના ગંદા પાણીના કારણે ભુવા પડવાથી લોડિંગ છકડો રીક્ષા પલટી ખાતા છકડા રીક્ષા ના ચાલકને ઇજા થઇ હતી લોડિંગ છકડો રીક્ષા પલટી ખાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ઘાયલ છકડા રીક્ષા ના ચાલકને સારવાર માટે ડીસા સિવલ ખાતે ખસેડાયો હતો.રાજમંદિર સર્કલ પાસે રેલમછેલ થતા ગટરના ગંદા પાણીના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોએ હાઇવેઓથોરિટી તેમજ પાલિકા સામે ભારે રોષ ઠાલવ્યો હતો...

Download Our B K News Today App



Related News