ડીસા તાલુકાના વડાવળ ગામ પાસે મગફળી ભરીને જતી ટ્રક ના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઇડમાં પલટી ખાઇ જવા પામી હતી.આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ મળી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-26 11:48:17
  • Views : 244
  • Modified Date : 2022-06-26 11:48:17


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે વારંવાર સર્જાતા આવા નાના-મોટા અકસ્માતો માં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતનો ને લઈને લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે ત્યારે આવો જ એક અકસ્માત આજે ડીસા તાલુકાના વડાવળ પાટિયા નજીક સર્જાયો હતો જેમાં વડાવળ પાસે મગફળી ભરીને જઈ રહી હતી તે સમયે અચાનક ટ્રકના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અચાનક રોડની સાઇડમાં પલટી ખાઇ જવા પામી હતી ટ્રકમાં મગફળી ભરેલી હોવાના કારણે રોડ પર ચારે બાજુ મગફળી ઢોળાઈ હતી.આ અકસ્માતમાં આજુબાજુ કોઈ સાધન ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી પરંતુ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા

Download Our B K News Today App



Related News