હીરા ઉદ્યોગની મંદીએ ભરડો લીધો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-22 15:08:54
  • Views : 76
  • Modified Date : 2023-12-22 15:08:54

હીરા બજારમાં મંદીના કારણે રત્નકલાકાર ચોરીના રવાડે ચઢી રહ્યા છે. સુરતના ઉતરાણ વિસ્તારમાં ચોરીની ઘટના બની છે. ફાયર સેફ્ટીના સાધન જેવા કે પિત્તળની ગન, વાલ્વ અને કપલ વિગેરે મળીને કુલ 2.51 લાખના મત્તાની ચોરી કરીનો કિસ્સો સીસીટીવીમાં કેદ થયો છે.ઉતરાણ પોલીસે આરોપી નિતીન રાદડિયાની કરી ધરપકડ કરી. આરોપીએ કબુલાત કરી હતી કે તે હીરા ઘસવાનું કામ કરતો હતો.હીરાના વેપારમાં મંદી આવતા બેકાર હતો જેથી મજબૂરીમાં ચોરી કરવાનું વિચાર્યું હતું.દેવું થઈ જતાં ઘરમાંથી તેને કાઢી મુક્યો હતો. ખર્ચા કાઢવા માટે ચોરીના રવાડે ચડ્યો હોવાનું તેણે કબુલ્યું હતું. બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News