ડીસા નગરપાલિકા દ્વારા બનાવેલ ફુવારાથી ગાયત્રી મંદિર સુધીનો ડિવાઈડર ગતમોડી રાત્રે તોડી પડતાં ડીસાવાસીઓમાં અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-12 11:50:48
  • Views : 306
  • Modified Date : 2022-01-12 11:50:48

 

 

ડીસા ખાતે આવેલ કુવારાથી ગાયત્રી મંદિર સુધીનો રોડ હમણાં જ તાજેતરમાં બનાવવામાં આવ્યો હતો તેમજ બંને રોડની વચ્ચે ડીવાઈડર પણ બનાવવામાં આવ્યું હતું આ રોડ અને ડિવાઇડરમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા જાગૃત નાગરિકો દ્વારા ગાંધીનગર વિકાસ કમિશનર ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ભ્રષ્ટાચાર ની ગાંધીનગર કમિશનર ખાતે રજૂઆત પહોંચતા ડીસા ના ચીફ ઓફિસર દ્વારા ગત મોડી રાત્રે નવો બનાવેલ ડિવાઈડર તોડવાના આદેશ કરાયા હતા જેના પગલે ગત મોડીરાત્રે 5 મહિના પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા જે નવો બનાવેલ ડિવાઈડર ફુવારા સર્કલ થી લઇ લીલાનગર સુધી ડિવાઈડર તોડી પડાતા લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે ખાસ કરીને જ્યારે પાંચ મહિના પહેલાં બનાવેલ ડિવાઈડર અને રોડનું આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવે અને ભાજપના એક જાગૃત સદસ્ય દ્વારા નવા બનાવેલ ડિવાઈડર માં ભ્રષ્ટાચારની આશંકા ને લઇ ગાંધીનગર વિકાસ કમિશનર ને લેખિતમાં રજુઆત કરાઇ હતી.જેના પગલે ગત મોડીરાત્રે ડીસા ચીફ ઓફિસર દ્વારા આદેશના પગલે ડીસા ના મુવાડા સર્કલ લીલાનગર સુધીનો જે ડિવાઈડર તોડી પડાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે

 

Download Our B K News Today App



Related News