ભીલડી આરોગ્ય કેન્દ્રની જીલ્લા વિકાસ અધિકારીએ ઓચિંતી મુલાકાત લીધી હતી,,જેમાં ડીડીઓ દ્વારા સી.એચ.સી ખાતે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-06 13:12:07
  • Views : 190
  • Modified Date : 2021-08-06 13:12:07

     ભીલડીમાં ડીડીઓ ની ઓચિંતી સીએચસી ખાતે મુલાકાત કરવામાં આવી હતી ડીડીઓ દ્વારા સી એચ સી ખાતે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી ત્યાર બાદ સ્ટાફ દ્વારા   સી એચ સી આગળ ભીલડી ના ગટરનું પાણી ભરાઈ જાય છે ત્યારે તેનાથી સીએચસી માં જવાનો રસ્તો બંધ થઈ જાય છે ત્યારે તે પાણીનો નિકાલ કરવા માટે ડીડીઓને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ડીડીઓ દ્વારા યોગ્ય નિકાલ કરવા માટે જણાવવામાં આવ્યું હતું ત્યારે રતનપુરા ગ્રામજનો દ્વારા પણ ભીલડી માંથી આવતું ગટરનું પાણી બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ડીડીઓ દ્વારા જવાબ સંતોષકારક ના મળતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે ગટરનું પાણી ગ્રામજનો દ્વારા બંધ કરી દેવા માટે કાર્યવાહી કરવામાં આવી. રતનપુરા ની પચાયતે ચોમાસુ પાણીનો નિકાલ કરવા માટે પાઇપ લાઈન ની મંજૂરી આપી હતી : રામશીભાઈ પટેલ સરપંચ

આ અંગે રતનપુરા ના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે હાઈવે રોડ બનાવવામાં આવ્યો ત્યારે ભીલડી ના ચોમાસામાં પાણીનો નિકાલ કરવા માટે જ મંજૂરી આપવામાં આવી હતી પરંતુ અત્યારે ભીલડી પંચાયત દ્વારા ગટરનું ગંદુ પાણી રતનપુરા ઠાલવવામાં આવી રહ્યું છે ત્યારે તેનો અમને વિરોધ છે.

Download Our B K News Today App



Related News