ગાંધીનગરમાં સૂકો ભીના કચરાનો વિવાદ સચિવાલયમાં પહોંચશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-25 13:23:20
  • Views : 284
  • Modified Date : 2021-08-25 13:23:20

     ગાંધીનગરમાં દિન પ્રતિદિન કચરો ઉપાડવા માટેનો કકળાટ વધતો જાય છે. ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા સેકટરોમાં વસાહતીઓના રહેણાંક વિસ્તારમાં ઘરે ઘરે કચરો વસાહતીઓને ડસ્ટબીન આપયા વગર ભીનો/સુકો કચરો ઉપાડવા બાબતે પાલિકાના કમિશનરના જીદ્દી વલણ સામે નગરજનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેને લઈ વસાહત મહાસંઘ દ્વારા સરકારમાં મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેકટરોમાં વસાહતીઓના રહેણાંક વિસ્તારમાંથી કચરો ઉપાડવા માટે કમિશનર દ્વારા વસાહતીઓને ભીનો સુકો કચરો અલગ અલગ કરીને આપવા માટે ડસ્ટબીન આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

 

કમિશનરની એક જ જીદ હું ખર્ચ પાડવાનો નથી ઃ

પ્રમુખ કેશરીસિંહ બિહોલા અગાઉ ૨૦૧૭ પહેલાં ખર્ચ પાડી ડસ્ટબિન આપવામાં આવ્યા હતા. જે કયા નિયમ અનુસાર ખર્ચ પાડી આપવામાં આવ્યા હતા. તેવી રીતે આપ આપની કક્ષાએ નિણર્ય કરી ખર્ચ પાડી વસાહતીઓને ડસ્ટબીન આપવાની સત્તા છે. તેમજ પ્રજાના ઉઘરાવેલ રૂપિયામાંથી ખર્ચ કરી ડસ્ટબિન આપો પરંતુ એક જ જીદ હતી, હું ખર્ચ પાડવાનો નથી. ત્યારબાદ અમે વિરોધ નોંધાવી નિકળી ગયા હતા.

 

બંધ બારણે કમિશનરે શું કહ્યું હતું ?

ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા કમિશનરને લેખિત અને મૌખિક મળી ઉગ્ર માંગણી પણ કરવામાં આવી હતી. પરંતુ કમિશનરના જીદ્દી વલણને કારણે તેઓ દ્વારા આ માંગણી ઠુકરાવી હતી અને તેઓએ તેમના જવાબમાં જણાવેલ કે હું ડસ્ટબીન આપવાનો નથી. શહેરના વસાહતીઓ દ્વારા વીસ હજારનો સ્માર્ટફોન ખિસ્સામાં રાખીને ઉપયોગ કરવામાં આવે છે. અને દોઢ સો રૂપિયાના ડસ્ટબીન ખરીદી શકાતાં નથી. હંુ મહાનગર પાલિકામાં ખર્ચ પાડવાનો નથી અને ડસ્ટબીન આપવામાં નહિ આવે તમારે તમારા ખર્ચે ડસ્ટબીન વસાવવા પડશે અથવા જે વ્યવસ્થા કરી અલગ અલગ કચરો આપવો પડશે. આ જવાબ સાથે મહાસંઘ સાથે ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવી હતી તેવું મહાસંઘે જણાવ્યું હતું.

 

આજે લોક આંદોલન કરવા માટે સામુહિક ર્નિણય કરાશે

આ બાબતે આગળ ઉગ્ર વિરોધ માટે અને રણનીતિ નક્કી કરવા માટે વસાહત મહાસંઘની સવારે ૧૦ કલાકે બુધવારે સેકટર પ શોપિંગ સેન્ટર સામે સંસ્થાના પ્રમુખ કેશરીસિંહ બિહોલાના અધ્યક્ષસ્થાને સંસ્થાના હોદ્દેદારો શહેરના અગ્રણીઓની જાહેર બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં શહેરના આગેવાનોના સુચનો જાણી લોક આંદોલન કરવા માટે સામુહિક નિણર્ય કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.  આથી શહેરના વિવિધ સેકટરોના સંલગ્ન વસાહત મંડળોના હોદ્દેદારો, શહેરના આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, બુદ્ધિજીવી વર્ગના વડીલોએ ખાસ ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ છે.

Download Our B K News Today App



Related News