પાલનપુરના તારાનગર વિસ્તારમાં પ્રાથમિક શાળામાં રહેલી ગંદગીની સ્થાનિકો દ્વારા સફાઇ કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-24 13:07:10
  • Views : 222
  • Modified Date : 2021-06-24 13:07:10

     પાલનપુર શહેરમાં વોર્ડ નંબર 1માં આવેલા તારાનગર વિસ્તારમાં સ્થાનિકો દ્વારા પ્રાથમિક શાળામાં તેમજ રસ્તા ઉપરથી વર્ષો જૂની ગંદકી અને ખાડા પૂરવામાં આવ્યા હતા..પાલનપુર શહેરમાં વોર્ડ નંબર 1 માં આવેલા બાવરી ડેરા અને તારાનગર વિસ્તારમાં પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી ગંદકી થઈ હતી અને વરસાદના પગલે મોટા મોટા ખાડા પડી ગયા હતા  જેને લઇને તારા નગર વિસ્તારના પ્રમુખ ધનરાજભાઈ ગોસાઈ તેમજ સમાજસેવક રવિભાઈ રાવલ તેમજ ચીમનભાઈ દ્વારા નગરપાલિકામાંથી જેસીબી મંગાવી અને શાળામાંથી ગંદકી દૂર કરી તેમજ ખાડા પૂરવામાં આવ્યા હતા.. તેમજ શાળા તરફ જવાના રસ્તા ઉપર એક પુલ હતો..જે પૂલ પણ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો.. જે પૂલને પણ રીપેર કરાવી અને શાળાની વર્ષોજૂની ગંદકીને સાફ કરાવવામાં આવી હતી જેને લઈને તારાનગર તેમજ બાવરી ડેરા વિસ્તારના લોકોએ સમગ્ર કામગીરીને બિરદાવી હતી.

 

Download Our B K News Today App



Related News