હવે ગુજરાતના 1700 સિનિયર ડોકટર હડતાલ પર ઉતરી શકે, 15 પડતર માગણીઓને લઈને સરકારને આવેદનપત્ર આપ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-03 14:56:46
  • Views : 264
  • Modified Date : 2021-05-03 14:56:46

    ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનમાં એડિશનલ સુપ્રિટેનડેન્ટ કક્ષાના, વિભાગીય વડા અને અનેક સિનિયર તબીબો દ્વારા પોતાની માગણીઓને લઈને બેઠકમાં યોજાઈ હતી. આ દરમિયાન ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, જુનિયર તબીબો હડતાલ પાડીને માંગણીઓ સંતોષી રહ્યા છે તેવા સંજોગોમાં અમે આજની બેઠકમાં શું નિર્ણય લઈશું તે તમે સમજી શકો છો. અમારા મુદ્દા ઉકેલ આવે તેવી અમને આશા છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના ગુજરાતમાંથી 1700 તબીબો દ્વારા બેઠક સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં ન આવી તો સ્થિતિ બગડી શકે છે.

    3 દિવસ પહેલા જ સુરતમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા. સ્ટાઈપેન્ડ માટે સ્ટ્રાઈક એ જ એક વિકલ્પ, મહામારીમાં અભ્યાસ છોડી દોઢ વર્ષથી કામ કરી રહ્યા છે, અમે કોવિડમાં કામ કરવાનું ભથ્થું નથી માંગતા, દર ત્રણ વર્ષે નિયમ મુજબ વધવા પાત્ર સ્ટાઈપેન્ડ માગી રહ્યા છીએ. દોઢ મહિનામાં વારંવાર સરકાર સહિત કેન્દ્ર સુધી અમારી માગ પહોંચાડી છે પણ અમારી કોઈ સાંભળતું નથી એટલે આવતીકાલથી સુરત સિવિલ હોસ્પિટલના તમામ રેસિડેન્ટ તબીબો સ્ટ્રાઈક પર જઈ રહ્યા છીએ એના માટે રાજ્ય સરકાર જવાબદાર છે. એવું રેસિડેન્ટ એસોસિએશનના ઉપ પ્રમુખ ચન્દ્રકેશએ કહ્યું હતું. પોતાની માગને લઈ ઉગ્ર બનેલા રેસિડેન્ટ ડોક્ટરોએ સ્ટ્રાઈક પર જવાનો નિર્ણય કરી તમામને દોડતા કરી દીધા છે.

    ચંદ્રકેશ (રેસિડેન્ટ તબીબ-2 મેડિસિન વિભાગ)એ જણાવ્યું હતું કે, આવતીકાલથી સ્ટ્રાઈક નક્કી છે. એટલે આજે એક ટીમ કલેક્ટર લેખિતમાં આપવા ગઈ છે. દોઢ મહિનાથી અમે વારંવાર સરકારને યાદ કરાવતા આવ્યા છે. પણ કોઈને પડી નથી. કોરોનાની માહામારીમાં દરેક ટોપર રેસિડેન્ટ અભ્યાસ, પરિવાર બધું છોડીને કોવિડના દર્દીઓ પાછળ વધુમાં વધુ સમય આપી કામ કરી રહ્યો છે. ડોક્ટરોની અછત દૂર કરવા MBBS પાસ કરનાર ડૉક્ટરને સરકાર તાત્કાલિક 60 હજારના 1. 25 લાખ આપી ભરતી કરાઈ રહી છે ને રેસિડેન્ટ તબીબોના સ્ટ્રેઇપેન્ડ વધારવામાં ગલ્લા તલ્લા કરાઈ રહ્યાં છે. દરેક રેસિડેન્ટ પોતાનું કેરિયર બગાડીને કોવિડમાં કામ કરી રહ્યો છે.

    દર ત્રણ વર્ષે સરકારના નિયમ મુજબ સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો થવો જોઈએ, એ માગી રહ્યા છીએ. 60 હજારની જગ્યાએ લીગલ 84 હજાર મળશે પછી જ કામે ચઢીશું એવું નક્કી કરાયું છે. આ માહામારીમાં દર્દીના ડાયપર રેસિડેન્ટ બદલી રહ્યા છે, ભોજન કરાવી રહ્યા છે, સ્ટ્રેચર ખેંચી રહ્યા છે ને વધારાનો દર્દીઓના સગાઓનો માર અને ગાળો પણ ખાઈ રહ્યા છે. ICUમાં દર મિનિટે દર્દીનું મોનિટરીગ ખૂબ જ જરૂરી હોય છે અમને અમારી ચિંતા નથી પણ દર્દીની ચિંતા રાખી કામ કરતા હતા છતાં સરકારને અમારી પડી નથી એટલે હવે સ્ટાઈપેન્ડ માટે સ્ટ્રાઈક એજ એક વિકલ્પ બની ગયો છે.


Download Our B K News Today App



Related News